તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th November 2025
મોચીનગરની શેરીઓમાં વરસાદી પાણીનો નિકાલ થશેઃ પાઇપલાઇન કામનું ખાતમુહુર્ત

રાજકોટઃ વોર્ડ નં.૨માં આવેલ મોચીનગર શેરીઓમાં વરસાદી પાણીના નિકાલની પાઇપલાઈન(સ્ટોર્મ વોટર) નાખવાના કામનું ખાતમુહુર્ત ૬૯-વિધાનસભા ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા તેમજ વોર્ડ નં.૨ના કોર્પોરેટર મીનાબા જાડેજાના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે વોર્ડ નં.૨ના પ્રભારી કુલદીપસિંહ જાડેજા, પ્રમુખ ભાવેશ ટોયટા, મહામંત્રી ધૈર્યભાઈ પારેખ, મહામંત્રી હર્ષવર્ધનભાઈ કહોર, રાજનભાઈ સિંઘવ, યોગરાજસિંહ, નરેન્દ્રસિંહ ગોહિલ, ભરતભાઈ કાઠી, નિલેશભાઈ તરૈયા, મિલિંદભાઈ વાઘેલા, રાજુભાઈ પારેખ, જે.ડી ઉપાધ્યાય, અજયસિંહ જાડેજા, મનોજભાઈ ચૌહાણ, અક્રમભાઈ પઠાણ, ફિરોજભાઈ અજમેરી, યુનુશભાઈ, રહીમભાઈ અજમેરી, વાહિદભાઈ, બિપીનભાઈ રાજાણી, જેન્તીભાઈ ગોરધરા, ચિરાગભાઈ ઘેટીયા, દેવ્યાનીબેન રાવલ, જસુમતિબેન, તેમજ બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહેલ.(
(4:03 PM IST)










