તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th November 2025
મેરી આવાઝ હી મેરી પહેચાન હૈ... લતાદીદીને સ્વરાંજલી

રાજકોટઃ સુર સંગીતાલય, રાજકોટ દ્વારા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના સહયોગથી હેમુ ગઢવી મેઈન ઓડિટોરીયમ ખાતે અમર ગાયિકા, ભારત રત્ન શ્રી લતા મંગેશકરજી ના સ્વરાંજલિ કાર્યક્રમ ‘મેરી આવાઝ હી પહેચાન હૈ' કાર્યક્રમો યોજાયો. આ સુરીલા કાર્યક્રમમાં વડોદરા ગાયિકા, સોની ટીવી એકસફેકટર ફેઈમ સજદા સિસ્ટર્સ રેખા રાવલે પોતાના સુમધુર કંઠે સ્વ. લતાજીના યાદગાર ગીતોની પ્રસ્તુતિ કરી સહુને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમને યુગલ ગીતો માં રાજકોટ ના રમેશ દૈયા, સંજય લોઢીયા, જીગ્નેશ રાજપરા, અરવિદ પરમાર, હિનાબેન કોટડીયા, વર્ષાબેન બાલચંદાણી અને પોરબંદરના પ્રકાશ પરમારે સુરીલો સાથ આપ્યો હતો, ઓર્કેસ્ટ્રામાં રાજકોટના તુષાર ગોંસાઈ - કીબોર્ડ, ભાર્ગવ જાની -તબલા, કિરીટ નિમ્બાર્ક - ઢોલક -, જુલિયસ સોલન્કી - કોંગો, ફિરોઝ શેખ - ઓક્ટોપેડ, જિમ્મી વ્યાસ - ગિટાર અને પ્રકાશ વાગડીયા - સાઈડ રિધમમાં સંગત કરી હતી. કાર્યક્રમનુ સંચાલન પોરબંદર ના ડો. રાજેશ કોટેચા ઉપસ્થિત રહ્યા હતા. જે. પી. જ્વેલર્સ ના અશોકભાઈ સતિકુંવર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ કમલેશભાઈ જોશીપુરા, પૂર્વ મેયર ભાવનાબેન જોશીપુરા, સુનિલભાઈ શાહ, વિનુભાઈ પારેખ, બિપીનભાઈ કોટેચા, માણસુરભાઈ વાળા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થૉના સંચાલક કિરીટભાઈ રાજપરા, ટ્રસ્ટી કમલભાઈ રાજપરા, પ્રોજેક્ટ ચેરમેન અમિતભાઇ રૂપારેલિયા, પ્રોજેક્ટ ડાયરેક્ટર પરેશભાઈ જનાણી, ધરવભાઈ ઝીંઝુવાડિયા, નીરજભાઈ શુક્લ તેમજ પ્રોજેક્ટ કમિટી મેમ્બર્સ રાજુભાઈ ફીચડીયા, ચંદુભાઈ પાટડીયા, કલ્પેશભાઈ માંડલિયા, સંજયભાઈ લોઢીયા, હર્ષભાઈ લંગાળીયા, જીગ્નેશભાઈ રાજપરા, વિપુલભાઈ ધામી અને નરેન્દ્રભાઈ નથવાણી અને અન્ય સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
(3:44 PM IST)










