તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th November 2025
બજરંગવાડીમાં છાસની થેલી બદલી ન દેતાં ધવલ ચોૈહાણ પર કુહાડાથી હુમલો
રફીકે બીજેથી થેલી લીધી હોઇ ધવલના પાર્લરે બદલવા આવતાં ના પાડતાં હુમલો કરી ભાગી ગયો

રાજકોટ તા. ૧૩: રેલનગર રાધીકા ડેરીની સામેની શેરી નં. ૮માં રહેતાં ધવલ રણજીતભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૭) નામના યુાવનને બપોરે બજરંગવાડી શેરી નં. ૫માં રફીક નામના શખ્સે કુહાડીથી હુમલો કરી ઇજા પહોંચાડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને કરી હતી. ધવલ બજરંગવાડીમાં અમુલ પાર્લર નામે દૂકાન ચલાવે છે. તેણે જણાવ્યું હતું કે પોતે દૂકાને હતો ત્યારે રફીક છાસની ૧૦ રૂપિયાવાળી કોથળી લઇને આવ્યો હતો અને તે બદલી આપવાનું કહ્યું હતું. પણ આ છાસ રફીકે બીજી કોઇ દુકાનેથી લીધી હોઇ પોતે બદલવાની ના પાડતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને ઝઘડો કરી તેના નજીકમાં જ આવેલા ઘરેથી કુહાડો લાવ્યો હતો અને હુમલો કરી ભાગી ગયો હતો. જો કે ધવલે હુમલાથી બચવા દૂધનું કેરેટ આડુ રાખી દેતાં મુંઢ ઇજા થઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.
(3:32 PM IST)










