<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th November 2025

મલેશિયામાં યોજાયેલ ‘આયર્નમેન' સ્‍પર્ધા સફળ રીતે પૂર્ણ કરી સૌરાષ્‍ટ્ર કચ્‍છનો ડંકો વગાડતા ડો. જીગ્નેશ લોખીલ અને ડો. પ્રિયંકા ઉધરેજા

 

રાજકોટ તા. ૧૩ : મલેશિયા-લંકાવી ખાતે વર્ષ ૨૦૨૫માં યોજાયેલ આર્યનમેન સ્‍પર્ધા સફળ રીતે પૂર્ણ કરી રાજકોટના ડો. જીગ્નેશ લોખિલ અને ડો. પ્રિયંકા ઉધરેજાએ સૌરાષ્‍ટ્ર કચ્‍છનો ડંકો વગાડી દીધો છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ડો. જીગ્નેશ લોખિલ અને ડો. પ્રિયંકા ઉધરેજાએ જણાવ્‍યુ હતુ કે ખુબ કઠીન ગણાતી આ સ્‍પર્ધા દુનિયાના ૬૦ દેશોમાં આયોજીત થતી હોય છે. જેમાં ૧૪૦ કિ.મી. સ્‍વીમીંગ, સાયકલીંગ અને રનીંગ કરીને ત્રણ ભાગે પુરા કરવાના હોય છે. આ માટે ખુબ પ્રેકટીસ કરવી પડે છે. આહારની પણ પરેજી રાખવાની હોય છે.

પ્રથમ પ્રયાસે આ સ્‍પર્ધા પૂર્ણ કરનાર ડો. જીગ્નેશ લોખિલ સૌરાષ્‍ટ્ર કચ્‍છ વિસ્‍તારના ચોથા એથ્‍લેટસ બન્‍યા છે. આ સિધ્‍ધી સાથે તેમણે પ્રદેશનું ગૌરવ વધાર્યુ છે. આહીર સમાજમાંથી પણ આર્યનમેનનું બિરૂદ મેળવનાર તેઓ પ્રથમ છે.

 કોચ જીગ્નેશથી ઓખાતા ડો. લોખિલ યુએસ્‍કા સર્ટીફાઇડ રનીંગ કોચ છે. સ્‍પોર્ટસ ઇલુસ્‍ટ્રેટેડ મેગેઝીન દ્વારા તેમને ‘ધ મોસ્‍ટ કોમ્‍પ્રેહેન્‍સીવ કોચ' તરીકે વિશેષ માન્‍યતા અપાઇ છે. છેલ્લા ચાર વર્ષથી રાજકોટના એન્‍ડયુરન્‍સ સ્‍પોર્ટ ક્ષેત્રે કાર્યરત છે. અત્‍યાર સુધીમાં ત્રણ અલ્‍ટ્રા મેરેથોન, પાંચ ફુલ મેરેથોન સહીત ૧૬ થી વધુ હાફ મેરેથોન ભારતભરમાં પૂર્ણ કરી ચુકયા છે.

ર૦૦ કિ.મી.ના અનેક બીઆરએમએસ, ત્રણ ડયુએથલોન (હાફ આર્યનમેન) અને હાફ આર્યનમેન ટ્રાયથલોન ઇવેન્‍ટ પણ પૂર્ણ કરી સાયકલીંગ તથા ટ્રાએથલોન ક્ષેત્રે પણ ઉત્‍ષ્‍કૃષ્‍ટતા બતાવી છે. તેમનું કોચિંગ સાથે તેઓ હોમિયોપેથી ડોકટર તરીકે પણ સેવારત છે.

તો સૌરાષ્‍ટ્ર કચ્‍છના પ્રથમ મહિલા આર્યનમેન'નો ખિતાબ હાંસલ કરનાર રાજકોટના જ ડો. પ્રિયંકા સત્‍યમ ઉધરેજાએ પણ મલેશિયા લંકાવી ખાતેની આર્યનમેન સ્‍પર્ધા પ્રથમ પ્રયાસે પૂર્ણ કરી રાજકોટ ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે.

તેઓ પણ અત્‍યાર સુધીમાં અનેક હાફ મેરેથોન, ૩ ફુલ મેરેથોન અને ૧ અલ્‍ટ્રામેરેથોન, ૪ ટ્રાએથ્‍લોન સફળ રીતે પૂર્ણ કરી ચુકયા છે. મહીલા માટે ટ્રાએથ્‍લોન ખુબ કપરૂ કામ ગણાય છે. ત્‍યારે ડો. પ્રિયંકા આ ક્ષેત્રે એક મિશાલ બની ચુકયા છે. તેઓ વ્‍યવસાયે ફીઝીયોથેરાપીસ્‍ટ છે. ડો. યાજ્ઞીક રોડ પર રામકૃષ્‍ણ આશ્રમ ખાતે સેવા આપે છે.

ડો. પ્રિયંકા દોડ સિવાય સાયકલીંગ અને સ્‍વીમીંગમાં પણ એટલા જ રસ રૂચિ ધરાવે છે.

આર્યનમેનનું બિરૂદ હાંસલ કરનાર  આ બન્ને સ્‍પર્ધાકો ઉપર ઠેરઠેરથી શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આર્યનમેન ડો. જીગ્નેશ લોખિલ (મો.૭૫૬૭૪ ૭૭૦૪૭), ડો. પ્રિયંકા સત્‍યમ ઉધરેજા અને બાજુમાં દાનાભાઇ ડાંગર નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:13 PM IST)