News of Thursday, 13th November 2025
‘મુરગા ગેંગ'ના સુત્રધાર સમીર ઉર્ફ મુરગા અને સાગ્રીતોને જાહેરમાં ‘કૂકડા' બનાવાયાઃ હાથ જોડી કહ્યું-ભૂલ થઇ ગઇ : જુઓ વિડિયો
મંગળા રોડની ગેંગવોરમાં મુરગા-પરીયા-પેંડા ગેંગના અત્યાર સુધીમાં ૨૦ પકડાયાઃ પાંચ ગેરકાયદે હથીયારો જપ્ત થયા : એક ગેંગ સામે ગુજસીટોક હેઠળ પણ કાર્યવાહી થઇ ચુકી છેઃ ગેંગના સુત્રધારો-સાગ્રીતોની ખો ભુલાવી દેવા ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની રાહબરીમાં એસઓજી-ક્રાઇમ બ્રાંચની ટીમો કાર્યરત

સમીર ઉર્ફ મુરગો ઉર્ફ ટકો પઠાણ, શાહનવાઝ અને સોહિલને ઘટના સ્થળે રીકન્સ્ટ્રકશન માટે લઇ જવાયા ત્યારના દ્રશ્યો જોઇ શકાય છે (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૧૩: શહેરના મંગળા રોડ પર થયેલી ગેંગવોરમાં એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં મુરગાગેંગ અને પરેશ ઉર્ફ પરીયો હાલ જેનું સંચાલન કરે છે એ પેંડા ગેંગ વચ્ચે સામ સામે ફાયરીંગ કરવાનો ગુનો નોંધાયો હતો. અગાઉ એસઓજીએ પેંડા ગેંગના સાગ્રીતોને દબોચી લીધા હતાં. હવે ક્રાઇમ બ્રાંચે અને એસઓજીની ટીમોએ મુરગા ગેંગના સુત્રધાર એવા સમીર ઉર્ફ મુરગો સહિત ત્રણને પકડી લીધા છે. આ સાથે બંને ગેંગના મળી કુલ ૨૦ની ધરપકડ થઇ છે. દરમિયાન એસઓજી સુત્રધાર મુરગા સહિત ત્રણને મંગળા રોડ પર લઇ ગઇ હતી અને કૂકડા બનાવી કાર્યવાહી કરી હતી. આ ત્રેણેયએ જાહેરમાં હાથ જોડી ભુલ થઇ ગઇ તેવું કહી માફી માંગી હતી.
માહિતી આપતાં ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ કહ્યું હતું કે ગત ૨૯/૧૦ના રાતે રોજ મંગળા રોડ પર પ્રગતિ હોસ્પિત પાસે ફાયરિંગની ઘટના બની હતી જેમાં આજે ફાયરિંગ કરનાર મુખ્ય આરોપ સમીર ઉર્ફે મુરગો અને તેના બે સાગરીતો મળી વધુ ત્રણ આરોપીઓને હાથમાં આવી ગયા છે. ફાયરિંગ કરી આરોપીઓ નાસી છૂટયા હતા જેમને પકડવા માટે પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી હતી. અત્યાર સુધીમાં જેમાં પેંડા ગેંગના ૧૩ અને મુરગા ગેંગના ૭ આરોપી મળી કુલ ૨૦ આરોપીઓની ફાયરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
ક્રાઇમ બ્રાંચે બાતમીને આધારે સમીર ઉર્ફ મુરગો યાસીનભાઇ પઠાણ (ઉ.વ.૨૭-રહે. જંગલેશ્વર એકતા કોલોની શેરી નં. ૪), શાહનવાઝ ઉર્ફે નવાઝ મુસ્તાકભાઇ વેતરણ (ઉ.વ.૨૦-રહે. દેવપરા નિલમ સોસાયટી) અને સોહિલ ઉર્ફ ભાણો સિકંદરભાઇ ચાનીયા (ઉ.વ.૨૩-રહે. જંગલેશ્વર હુશેની ચોક શેરી નં. ૭)ને પકડી લીધા છે. આ કેસની તપાસ એસઓજી કરતી હોઇ ક્રાઇમ બ્રાંચે ત્રણેયને સુપરત કરતાં એસઓજીની ટીમ મુરગા સહિત ત્રણેયને આજે મંગળા રોડ પર ઘટના સ્થળે લઇ ગઇ હતી અને રીકન્સ્ટ્રકશન કરાવ્યું હતું.
સમીર ઉર્ફે મુરગો તેના સાગરીતો સાથે નાસી છૂટયો હતો. આ તમામને શોધવા પોલીસની અલગ અલગ ટીમોએ રાજસ્થાન, યુપી, અને એમપી સુધી તપાસનો દોર લંબાવ્યો હતો. અંતે મુરગો સહિત ત્રણ રાજકોટ તરફ આવી રહ્યા છે તેવી પાક્કી માહિતી મળતાં ેં રાજકોટ અમદાવાદ હાઇવે પર માલિયાસણ ગામ નજીકથી ત્રણેયને પકડી લેવાયા હતા. ફાયરિંગ કરી ભાગ્યા એ તેર દિવસ દરમિયાન આરોપીઓ કઈ કઈ જગ્યાએ રોકાયા હતા અને તેમને કોણે આશરો આપ્યો હતો? બીજા કોઇ ગુના આચર્યા કે કેમ? તે સહિતની તપાસ માટે રિમાન્ડ મેળવવામાં આવશે.
આરોપીઓ ગુનાહીત ઇતિહાસ ધરાવે છે. ગેંગવોર વખતે સમીર ઉફ મુરગો ે પઠાણ, અને સોહીલ ઉર્ફે ભાણો ચાનીયા દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યાનું ખુલ્યું હતું. શાહનવાઝ ઉર્ફે નવાઝ આ માથાકુટ વખતે સાથે હતો.
ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી સમીર ઉર્ફે મુરગો ઉર્ફે ટકો અગાઉ રાજકોટ શહેર પોલીસમાં અલગ ૧૨ જેટલા ગુનામાં ઝડપાઇ ચુકયો છે જેમાં આર્મ્સ એક્ટ, હત્યાની કોશિષ, તોડફોડ, દારૂ, ચોરી, જૂગાર સહિતના ગુનાઓ સામેલ છે. જયારે શાહનવાઝ ઉર્ફે નવાઝ વિરૂધ્ધ મારામરાી, આર્મ્સ એક્ટ, મારામારીના ચાર ગુના અને શાહનવાઝ વિરૂધ્ધ રાયોટીંગ, મારામારી, આર્મ્સએક્ટના ત્રણ ગુના અગાઉ નોંધાઇ ચુક્યા હતાં.
મુરગા સહિત ત્રણને પકડવાની કામગીરી પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયાની રાહબરીમાં પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ, એસઓજી પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ એ. એન. પરમાર, વી. ડી. ડોડીયા, ડીસીબીના અમીતભાઇ અગ્રાવત, રણજીતસિંહ પઢારીયા, પ્રદિપસિંહ જાડેજા, રાજેશભાઇજળુ, જયરાજભાઇ કોટીલા, દિલીપભાઇ બોરીચા, અર્જુનભાઇ ડવ, વિશાલભાઇ દવે, મયુરધ્વજસિ઼હ જાડેજા, ગોપાલભાઇ પાટીલ અને એસઓજીની ટીમે કરી છે.
આ કેસમાં પરીયા કમ પેંડાની ગેંગ સામે ગુજસીટોકનો ગુનો નોંધ્યા બાદ હવે પેંડા ગેંગના ૧૧ સભ્યોનો જેલમાંથી ટ્રાન્સફેર વોરન્ટના આધારે કબજો મેળવી ધરપકડ કરી કરવાની કાર્યવાહી થઇ છે અને આ તમામના રિમાન્ડ મેળવવા કાર્યવહી હાથ ધરાઇ હતી. સુત્રધાર સમીર ઉર્ફ મુરગો, શાહનવાઝ અને સોહિલને એસઓજી પીઆઇ સંજયસિંહ જાડેજા સહિતની ટીમ મંગળા રોડ પર ઘટના સ્થળે લઇ ગઇ હતી અને મુરગા સહિતનાને કૂકડા બનાવાયા હતાં. રીકન્સ્ટ્રકશનની કામગીરી નિહળવા લોકો એકઠા થયા હતાં.
(2:25 PM IST)










