News of Thursday, 13th November 2025
રાજકોટ શહેર - જીલ્લામાં સહાયરૂપ થવા કલેકટર દ્વારા ૧૬૦ હેલ્પ સેન્ટરો શરૂ કરાવ્યા
અધીકારીઓના સ્પે. ઓર્ડરોઃ લોકોને-મતદારોને સહયોગ આપવા અપીલ

રાજકોટ તા. ૧૩: કેન્દ્રીય ચૂંટણી પંચની સૂચના મુજબ, રાજકોટ સહિત રાજ્યભરમાં મતદાર યાદી શુદ્ધિકરણની કામગીરી શરૂ થઈ ચૂકી છે. બૂથ લેવલ ઓફિસર દ્વારા ઘરે-ઘરે જઈને ફોર્મ વિતરણનું કામકાજ ચાલી રહ્યું છે. જોકે, આ કામગીરીમાં રાજકોટમાં સૌથી ધીમી પ્રક્રિયા ચાલી રહી હોવાનું સામે આવ્યું છે.
ધીમી કામગીરીને ધ્યાનમાં લઈને કલેક્ટર દ્વારા રાજકોટ શહેર અને જિલ્લાની આઠ વિધાનસભા વિસ્તાર માટે BLO ને સહાયરૂપ થવા માટે ખાસ ‘‘હેલ્પ સેન્ટર'' શરૂ કરવામાં આવ્યા છે. પ્રત્યેક વિધાનસભા દીઠ ૨૦ હેલ્પ સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ ૧૬૦ જેટલા સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે.અન્ય માહિતી મતદાર યાદી સંબંધિત અન્ય કોઈપણ જરૂરી માહિતી પૂરી પાડવી.સહકાર મતદારો સહયોગ ન આપતા હોય તેવી સ્થિતિમાં જરૂરી માર્ગદર્શન.જરૂરી મદદ આ સેન્ટરમાંથી BLO ને જરૂરી મદદ અને માર્ગદર્શન પૂરી પાડવામાં આવે છે.આ સેન્ટરોમાં અધિકારીઓના સ્પેશિયલ ઓર્ડર કરવામાં આવ્યા છે.
(1:07 PM IST)










