તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th November 2025
રાજકોટમાં શુક્રવારથી નેશનલ લાઇબ્રેરી વીક ઉજવાશે
મનપા તથા રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટના સયુંકત ઉપક્રમે તા. ૧૪ થી ર૦ આયોજન : મુવી ટોક, બુક ટોક, દેશી રમતો, પત્ર લેખન સ્પર્ધા સહિતના કાર્યક્રમોઃ વિજેતાઓને ઇનામ અપાશે

રાજકોટ, તા. ૧રઃ મહાનગરપાલિકા અને રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટરના સંયુક્ત ઉપક્રમે તા. ૧૪ થી તા.૨૦ નવેમ્બર દરમ્યાન નેશનલ લાઈબ્રેરી વીકની ઉજવણી કરવામાં આવશે. નેશનલ લાઈબ્રેરી વીકની ઉજવણી કાર્યક્રમનો શુભારંભ તા.૧૪ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે.
આ અંગે મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને માધ્યમિક શિક્ષણ અને આનુસંગિક શિક્ષણ સમિતિ ચેરમેન રસિલાબેન સાકરીયા દ્વારા જણાવાયેલ કે, રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત લાઇબ્રેરી વિભાગ અને રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના સંયુક્ત ઉપક્રમે તા. ૧૪ થી તા.૨૦ નવેમ્બર દરમ્યાન બાબુભાઇ વૈધ લાઇબ્રેરી, પેરેડાઇઝ હોલની સામે, રૈયા રોડ, રાજકોટ ખાતે ઙ્કનેશનલ લાઇબ્રેરી વીકની ઉજવણી કરવામાં આવનાર છે.
નેશનલ લાઈબ્રેરી વીકની ઉજવણી કાર્યક્રમનો શુભારંભ તા.૧૪ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં સાસંદ પરસોતમભાઈ રૂપાલા, સાંસદ રામભાઈ મોકરીયા, મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવ દવે, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ભાનુબેન બાબરીયા, ડૉ.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડૉ.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, અશ્વિનભાઈ મોલિયા, માધ્યમિક શિક્ષણ અને આનુસંગિક શિક્ષણ સમિતિ ચેરમેન રસિલાબેન સાકરીયા, રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટરના પ્રેસિડેન્ટ જયદેવ શાહ, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, અધિકારી-કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહેશે.
આ ઉજવણીનો મુખ્ય હેતુ છે, નાગરિકોમાં વાંચનની સંસ્કળતિ વિકસાવવી, જ્ઞાન પ્રત્યેની રુચિ વધારવી અને લાઈબ્રેરીના મહત્વને વધુ પ્રગટ કરવું. લાઈબ્રેરીઓમાં વિવિધ જ્ઞાનવર્ધક, સર્જનાત્મક અને રસપ્રદ એક્ટિવિટીઝનું આયોજન કરવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓ, વાચકો તથા નાગરિકો ઉત્સાહપૂર્વક ભાગ લેશે.
(3:52 PM IST)










