તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th November 2025
ગાંધીગ્રામના યુસુફભાઇને બાટલો ચડાવી ઇન્જેક્શન અપાયા બાદ રીએક્શન આવ્યું
અર્ધબેભાન થઇ જતાં સારવાર હેઠળઃ બે ત્રણ દિવસથી તાવ આવતો હોઇ રૈયા રોડના ક્લીનીકમાં સારવાર કરાવી હતી

રાજકોટ તા. ૧૨: ગાંધીગ્રામ અંજલી પાર્ક-૩ની સામે રહેતાં યુસુફભાઇ અલીમોહમ્મદ ખીરા (ઉ.વ.૫૫) નામના પ્રોૈઢને સવારે તબિયત બગડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. તાવ આવતો હોઇ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાટલો ચડાવ્યો હોઇ તેના કારણે રિએક્શન આવ્યાનું જણાવાયું હતું.
પ્રાપ્ત વિગત મુજબ યુસુફભાઇને ત્રણેક દિવસથી તાવ આવતો હોઇ રૈયા રોડ પરના ક્લીનકીમાં સારવાર લીધી હતી અને બાટલો ચડાવ્યો હતો. તેમજ ઇન્જેકશન અપાયા હતાં. આ પછી તેને રીએક્શન આવતાં તબીયત બગડી હતી. રામાપરી ચોકડીએ રિપોર્ટ કરાવવા જતાં તેને સિવિલમાં સારવાર લેવી પડે તેવું કહેતાં તે સારવાર માટે આવતાં દાખલ કરાયા હતાં.
તબિબે આ મામલે પોલીસ કેસ જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસમાં નોંધ કરાવી હતી. યુસુફભાઇને સંતાનમાં એક દિકરો અને ચાર દિકરી છે. પોતે એક બહેન અને બે ભાઇમાં મોટા છે. રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે.
(3:26 PM IST)










