તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th November 2025
મચ્છરોને નાથવા મનપાની મેગા ડ્રાઇવઃ મચ્છર ઉત્પતિ સબબ ૮૩૧ને નોટીસ
શહેરના સ્કુલ, હોટલો, બાંધકામ સાઇટો, રહેણાંક, ગેરેજ સહિત કુલ ૧૦૩ર સ્થળોએ તપાસ : આરોગ્ય શાખા દ્વારા મચ્છરના લારવા મળતા ૭ર લોકો પાસેથી ૬૬ હજારનો ચાર્જ વસુલાયો

રાજકોટ તા. ૧ર :.. મનપાની આરોગ્ય શાખા દ્વારા મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા તા. ૧ થી ૧૦ દરમિયાન શહેરની હોટલો, સ્કુલ, બાંધકામ સાઇટો, ગેરેજ સહિતના ૧૦૩ર પ્રિમાઇસીસમાં મચ્છર ઉત્પતી સબબ તપાસ કરી ૭ર લોકો પાસેથી ૬૬,૬પ૦ નો વહીવટ ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. જયારે ૮૩૧ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ આપવામાં આવી હતી.
મહાનગરપાલિકા દ્વારા નાગરિકોના આરોગ્ય સુરક્ષા હિતે મચ્છર પ્રજનન રોકવા માટે સતત વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. નાગરિકોમાં જાગળતિ લાવવા અને મચ્છર ઉત્પતિ સ્થાનો ઘટાડવા અને ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોનું પ્રમાણ ઘટાડવા નવેમ્બર માસ દરમિયાન આરોગ્ય તંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે.આરોગ્ય શાખા દ્વારા ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળતેમજ રહેણાંકની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનારકે જવાબદાર આસામી સીધી રીતે જવાબદારગણાશે. જેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.
આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા પાણી ભરાયેલા ટાંકા, છોડના કુંડામાં ભરાયેલું પાણી, પાણીની ફ્રિજ ટ્રે, ટાયર,૫ક્ષીકુંજ, ખાલી ડબ્બા વગેરે જગ્યાએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવે છે. જ્યાં મચ્છર ઉત્પતિ અથવા મચ્છર ઉત્પતિ થાય તેવી ૫રિસ્થિત જોવા મળે, ત્યાં વહિવટી ચાર્જ વસૂલવામાં આવે છે.
તા.૧ થી ૧૦ નવેમ્બર માસ દરમ્યાન હોસ્પિટલ, સેલર, શાળા/કોલેજ, હોટલ, બાંધકામ સહિતની ૮૬૫ પ્રિમાઇસીસોમાં મચ્છર ઉત્૫તિ સબબ ચેકીંગ કામગીરી કરવામાં આવેલ. આ કામગીરી હેઠળ નીચે જણાવેલ પ્રિમાઇસીસમાં મચ્છરના પોરા મળી આવતાઅથવા મચ્છર ઉત્પતિ થાય તેવી બેદરકારી જોવા મળતા નોટીસ આ૫વાની / વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ.
જેમાં ઓટો ઇન્ડસ્ટ્રીઝ - અર્ટીકા ફાટક, સિગ્નેચર પ્રાઈડ બાંઘકામ સાઇટ - અયોધ્યા ચોક, એંજલ રીયાલીટી બાંઘકામ સાઇટ - હવેલી રોડ, સેફ્રોન બાંઘકામ સાઇટ - જીવરાજ પાર્ક સ્પીડવેલ રોડ, નવું બાંઘકામ - શીતલપાર્ક, માધવએર્થ - રામધા મસોસા.-૩, વિમેન્સ હોસ્પિટલ - કાલાવાડરોડ, નવુંબાંઘકામ - નાનામૈવારોડ, સ્ટાર એપાર્ટમેન્ટ - ૧૫૦ફુટ રોડ, ધએકોર્ડ - નાનામૈવામેઈન રોડ, ડ્રીમકાર ગેરેજ - વાવડીરોડ, કારગેરેજ - વાવડીરોડ, ભંગારનો ડેલો - વાવડી રોડ, એસ.એસ.સ્ક્રેપ - વાવડીરોડ, નવુંબાંઘકામ - ભગવતીપરા મેઈન રોડ, પરિશ્રમ સબમર્સીબલ ઇન્ડસ્ટ્રીઝ - સોલવન્ટ રોડ, ચામુંડાસ્ક્રેપ - ગોલ્ડન ઇન્ડસ્ટ્રીઝ છે.
સાથે ફ્રેશવોટર - ૫૦ફુટ રોડ, નવુંબાંઘકામ - ભાવનગર મેઈન રોડ, નવુંબાંઘકામ - શીતલ પાર્ક, નવું બાંઘકામ - સરદારનગર, હરીકળષ્ણ આર્કેડ સેલર - પેલેસરોડ, નવુંબાંઘકામ - જામનગરરોડ, નવુંબાંઘકામ - જામનગર રોડ, બાલાજી રેસ્ટોરન્ટ - જામનગર રોડ, નવુંબાંઘકામ - સ્વાશ્રય સોસા., નવું બાંઘકામ - સ્વાશ્રય સોસા., મેલ્સબેવરેઝીસ - લક્ષ્મીનગર શેરી નં.૩, પ્રસિધ્ધ કોમ્પ્લેક્ષ - પુજા રોડ, નવુંબાંઘકામ - વાણીયાવાડી, રેસ્ટોરન્ટ - જામનગરરોડ, રેસ્ટોરન્ટ - જામનગરરોડ, નવુંબાંઘકામ - અયોધ્યા ચોક, એએવન્યું એપાર્ટમેન્ટ - જામનગરરોડ, હાર્મોની - લીંબડા ચોક, છે
સાથે વરુણઆર્કેડ સેલર - લીંબડા ચોક, શાનદાર રેસીડેન્સી બાંઘકામ - ગ્રીનલેન્ડ ચોકડી, નવુંબાંઘકામ - શક્તિઇન્ડસ્ટ્રીઝ મેઈન રોડ, નવુંબાંઘકામ - સદગુરુ રણછોડનગર, સોઢા સ્ક્રેપ - ભાવનગર મેઈન રોડ, ગરીબનવાઝ હોટેલ - જંગલેશ્વર મેઈન રોડ, ટી સ્ટોલ - ભાવનગરમેઈન રોડ, શાલીગ્રામ હાઈટ્સ બાંઘકામ - ભગવતીપરા, માલધારી હોટેલ - કુવાડવા રોડ, માટેલ રેસ્ટોરન્ટ હોટેલ - મનહરસોસા., નવુંબાંઘકામ - કૈલાશ પાર્ક શેરી નં.૩, ઓનિક્ષ બાંઘકામ - જય સરદારરોડ, રાધાકળષ્ણ બાંઘકામ - યુનિ.રોડ, કારશો રૂમ - ગોંડલરોડ, ઓટોકાર સર્વિસ - માધવગેટ પાસે, માં અન્નપુર્ણારેસ્ટોરન્ટ - ચંદ્રેશનગરમેઈન રોડ ખાતે કાર્યવાહી કરાઇ હતી.
આ ઉપરાંત શ્રી ચામુંડા કાઠીયાવાડી રેસ્ટોરન્ટ - ચંદ્રેશનગરમેઈન રોડ, રેવન્સા પ્રા.લી ઇન્ડસ્ટ્રીઝ- બોલબાલા માર્ગ, નવુંબાંઘકામ - ભક્તિનગર મેઈન, નવુંબાંઘકામ - જયરાજ પ્લોટ, સિલ્વર નેસ્ટ સેલર - અયોધ્યા ચોક, એ. પી. એન્ટરપ્રાઇઝ બાંઘકામ - જીવરાજપાર્ક મે. રોડ, આઇકોનીક બાંઘકામ - રાજનગર ચોક, બાંઘકામ સાઇટ - મુંજકા ગામ, એમ. એસ. મોટર્સ - માઘવ ગેટ સામે, રો - હાઉસ બંગ્લો બાંઘકામ - કૈલાશઘારા પાર્ક, પટેલ વાસણ ભંડાર (સેલર) - હરીઘવા રોડ, ડોમીનોઝ (સેલર) - મવડી મે. રોડ, સહજાનંદ મોટર - ગોંડલ રોડ, રામવીજય ઇન્ડ. - અટીકા ફાટક, સેલ પેટ્રોલ પં૫ - યાજ્ઞિક રોડ, નવું બાંઘકામ - શિવાલય ચોક, શ્રીશ્રી ગુરૂપાદુકા - નેત્રદી૫ હોસ્પિટલ પાછળ, નવું બાંઘકામ - શિવાલય ચોક, શોરૂમ - ૮૦ફુટ રોડ, ઇન્ડસ્ટ્રિઝ - શકિત ઇન્ડસ્ટ્રિઝ ખાતે પણ કામગીરી કરાઇ હતી.
(3:49 PM IST)










