તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th November 2025
રેસકોર્ષ મેદાનમાં યોજાયો ‘સાંસદ ખેલ મહોત્સવ'
સાંસદો, ધારાસભ્યો સહિતના મહેમાનોએ ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો

રાજકોટ : રાજકોટના ભાઈઓ-બહેનો પોતાનું ખેલ કૌશલ્ય બતાવી શકે તે માટે સાંસદ પુરૂષોત્તમભાઈ રૂપાલા પ્રરિત ખેલ મહોત્સવ રવિવારે રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવેલ હતો. આ ખેલ મહોત્સવમાં રાજકોટના કિશોર-કિશોરીઓ સહિત સીનીયર સીટીઝનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખેલ મહોત્સવનો પ્રારંભ રાજયસભા સાંસદ રામભાઈ મોકરીયા સહિત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટય કરી શુભારંભ કરવામાં આવેલ હતો. ખેલ મહોત્સવમાં રાજકોટના સાંસદ શ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા, રાજયસભા સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, શ્રી કેશરીદેવસિંહ ઝાલા, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, ધારાસભ્ય શ્રીમતિ ભાનુબેન બાબરીયા, ઉદયભાઈ કાનગડ, શ્રીમતિ ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, મેયર નયનાબેન પેઢડીયા, જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ પ્રવિણાબેન રંગાણી, શહેર મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, મનીષભાઈ ભટ્ટ, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ગોવિંદભાઈ પટેલ, ખેલ મહોત્સવના આયોજન સમિતિના કોર્પોરેટર અને પૂર્વ મેયર ડો. પ્રદિપ ડવ, ભાજપ શહેર ઉપાધ્યક્ષ રાજદીપસિંહ જાડેજા, શહેર રમત ગમત સેલના કન્વિનર કિશોર હાપલિયા અને હિમાંશુ મહેતા, શહેર ભાજપ ઉપાધ્યક્ષ મહેશભાઈ રાઠોડ, પૂજાબેન પટેલ, શહેર ભાજપ મંત્રી વિજયભાઈ પાડલીયા, શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ કિશનભાઈ ટીલવા, મહિલા મોરચા પ્રમુખ કિરણબેન માકડીયા, મહામંત્રી કિરણબેન હરસોડા, વ્યાપાર સેલના સંદિપ દેપાણી સહિત શહેર ભાજપ હોદ્દેદારો, શહેર વોર્ડના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ખેલ મહોત્સવમાં ઉપસ્થિત સાંસદો, ધારાસભ્યશ્રીઓ સહિત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ભાગ લેનાર ખેલાડીઓનો ઉત્સાહ વધારી તેમને પ્રોત્સાહિત કરવામાં આવેલ. ખેલ રમતોત્સવ દરમ્યાન આયોજન સમિતિ દ્વારા ચા-પાણી, નાસ્તા અને ભોજન સહિત તમામ વ્યવસ્થા કરવામાં આવેલ હતી.
(3:23 PM IST)










