<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

પાર્કિંગ મામલે ડખ્ખો થયા બાદ ૨૧ શખ્સોની ટોળકી છરી-તલવારથી તૂટી પડીઃ બે ઘવાયા, ઍક ગંભીર

સોડા બોટલો-પથ્થર-ઇંટોના ઘા થયાઃ થોરાળા પોલીસે રાયોટીંગ, હુલ્લડ, ઍટ્રોસીટી ધાકધમકીનો ગુનો નોîધ્યો : થોરાળાના રોહિત ઉર્ફે બાઠી રાઠોડને ગંભીર ઇજાઃ તેના મિત્ર ચંદ્રકાંત ઉર્ફ સંજય ખીમસુરીયાને કટકા કરી નાંખવાની ધમકી દઇ જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરાયો

રાજકોટ તા. ૧૨ઃ નવા થોરાળામાં પાર્કિંગ જેવી વાતે માથાકુટ થતાં ૨૧ જેટલા શખ્સોઍ ટોળકી રચી ઍક યુવાન પર હુમલો કરી દેતાં તેને ગંભીર ઇજા થઇ છે. આ હુમલો કરતાં પહેલા ટોળકીઍ સોડા-બાટલીઅોના ઘર કરી છરી, તલવારો ધારણ કરી હાકલા પડકારા કર્યા હતાં. યુવાનના મિત્રને પણ તું અહિથી ભાગી જા નહિતર તારા કટકા કરી નાંખશુ કહી ધમકી દઇ તેને જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરાયો હતો. થોરાળા પોલીસે રાયોટીંગ, ઍટ્રોસીટી, ધમકી, હુમલાનો ગુનો નોîધ્યો છે. 
આ બનાવમાં થોરાળા પોલીસે નવા થોરાળા વણકરવાસ શેરી નં. ૪ મોમાઇ પાન પાસે રહેતાં ચંદ્રકાંતભાઇ ઉર્ફ સંજય દલાભાઇ ખીમસુરીયા (ઉ.વ.૩૫)ની ફરિયાદ પરથી શબ્બીર ઉર્ફ બોદુ અોડીયા, હિરેન કેશુ રાણપરીયા, અશરફ અોડીયા, અબીદ ગનીભાઇ અોડીયા, અરબાઝ રફીકભાઇ રાઉમા, અબ્દુલ અનવરભાઇ દલ, અલી રજાકભાઇ દલ, અલી રજાકભાઇ શેખ, ગુલામ રજાકભાઇ શેખ, ગુલામ રજાકભાઇ શેખ, શાહીદ અશરફભાઇ અોડીયા, અશરફની દિકરી અને આઠથી દસ અજાણ્યા સામે નવ ગેરકાયદે મંડળી રચી બોટલો-પથ્થરોના ઘા કરી છરી, તલવારોથી હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરવાનો ગુનો નોîધ્યો છે.
ચંદ્રકાંતભાઇ ડ્રાઇવીંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે હું મંગળવારે સાંજે સાડા પાંચેક વાગ્યે  સોરઠીયાવાડી સર્કલે હતો ત્યારે મને રોહિત ઉર્ફે બાઠી રાઠોડનો ફોન આવેલ કે ૨૦થી ૨૫ લોકો મારા પર હુમલો કરવા આવે છે તું જલ્દી ઘર નજીક આવ. આથી હું નવા થોરાળા ગોકુલપરા-૬ સ્વામિનારાયણ સ્કૂલ પાસે પહોîચ્યો ત્યારે મેî જાયુ તો પથ્થર, બોટલોના ઘા થતાં હતાં. આ શખ્સોના હાથમાં છરી તલવારો હતી. જેમાં શબ્બીર, હિરેન, અશરફ, અબીદ, અરબાઝ, અબ્દુલ, અલી, ગુલામ, શાહીદ, અશરફની દિકરી અને બીજા આઠ દસ અજાણ્યા શખ્સો હતાં. આ બધા મારી પાસે આવી ગયા હતાં અને મને જ્ઞાતિ પ્રત્યે અપમાનીત થવાય ઍવા શબ્દો કહી ‘તું અહિથી ભાગી જા નહિતર તારા બે કટકા કરી નાંખશુ’ તેવી ધમકી આપી હતી.
મને બીક લાગતાં હું દૂર ભાગી ગયો હતો. ત્યારે લક્ષ્મીબેન પરમાર, શાંતુબેન મકવાણા, શ્રધ્ધાબેન મકવાણા અને અન્ય શેરીના લોકો હાજર હહતાં. આ દરમિયાન પોલીસની ગાડી આવી હતી. રોહિત ઉર્ફ બાઠીને ઇજા થઇ હોઇ કોઇઍ ૧૦૮ બોલાવતાં તેને તેમાં બેસાડી હું, પ્રકાશ પરમાર સહિતના હોસ્પિટલે લઇ ગયા હતાં. રોહિત ઉર્ફ બાઠીને ગંભીર ઇજા પહોîચી હોઇ તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જતાં આઇસીયુમાં દાખલ કરાયો છે. આ માથાકુટ શેના કારણે થઇ તેની મને ખબર નથી.  આ માથાકુટ ઘર પાસે બાઇક કરવા મામલે આ માથાકુટ થયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હોઇ પીઆઇ ઍન. જી. વાઘેલા, પીઍસઆઇ ઍ. પી. રતન, પીઍસઆઇ ઍમ. ઍસ. મહેશ્વરી અને ટીમોઍ વધુ તપાસ હાથ ધરી છે. 

(2:50 PM IST)