<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

શુક્રવારે ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિના રાસોત્‍સવનું આયોજન

ત્રણ હજાર ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવશેઃ ગાયક પૂનમબેન ગોંડલીયા,વિશાલ વરૂ અને તેની ટીમ ખેલૈયાઓને થીરકાવવા મજબૂર કરશેઃ કુલ ૨૫૬ ઈનામોની વણઝારઃ નરેન્‍દ્રભાઈ સોલંકી

રાજકોટઃ શ્રી ગુર્જર કડીયા જ્ઞાતિ સમસ્‍ત, રાજકોટ દ્વારા નવરાત્રી મહોત્‍સવનું તા.૧૪ શુક્રવાર સાંજે ૬ થી રાત્રીના ૧૦ વાગ્‍યા સુધી શ્રી જીવરાજ ફાર્મ, શ્રી જીવરાજ પાર્ક, અંબીકા ટાઉનશીપ, રાજકોટ ખાતે યોજાએલ છે.

જે ખેલૈયાઓ ગરબા ઉત્‍સવમાં જોડાય અને ઈનામોની વણજારનો લાભ લેવા માંગતા હોય તેવા દરેક ખેલૈયાઓએ પ્રથમ રાઉન્‍ડની શરૂઆત સાંજે ૭ વાગ્‍યાથી શરૂ કરી દેવામાં આવશે અને ત્‍યારથી જ સિલેકશન કમીટી દ્વારા સિલેકશનની શરૂઆત પણ કરી દેવામાં આવશે. ખેલૈયાઓને પ્રિન્‍સ, પ્રિન્‍સેસ, કિડ્‍સ પ્રિન્‍સેસ, કિડ્‍સ પ્રિન્‍સ, વેલડ્રેસ પ્રિન્‍સ, વેલડ્રેસ પ્રિન્‍સેસ, કિડ્‍સ વેલડ્રેસ પ્રિન્‍સ, કિડ્‍સ વેલડ્રેસ પ્રિન્‍સેસ તેમજ ૨૩૨ પ્રોત્‍સાહિત પુરસ્‍કાર ઈનામો કુલ મળી ૨૫૬ નંગ આપવામાં આવશે.

પાસ માટે શ્રી ગુ.ક્ષ.કડિયા જ્ઞાતિ સમસ્‍તનું કાર્યાલય ગોપીનાથ કોમ્‍પલેક્ષ, ગાયત્રી નગર મેઈન રોડ ખાતેથી સવારે ૧૦:૩૦ થી ૧૨:૩૦ તેમજ સાંજે ૫ થી ૭ દરમિયાન પાસ મેળવી લેવા.

આ રાસોત્‍સવમાં પ્રખ્‍યાત ગાયક કલાકાર પૂનમબેન ગોંડલીયા, વિશાલભાઈ વરૂ તેમજ વિશાળ ઓરકેસ્‍ટ્રા તેમજ અધ્‍યતન સાઉન્‍ડ સીસ્‍ટમ તેમજ આકર્ષીત લાઈટીંગ, વિશાળ સ્‍ટેજ, ચુસ્‍ત સીક્‍યુરીટી રાખવામાં આવેલ છે. આ નવરાત્રી મહોત્‍સવ ફક્‍ત કડિયા જ્ઞાતિના લોકો માટે જ છે. ખેલૈયાઓએ ટ્રેડીશનલ ડ્રેસ પહેરવો ફરજીયાત રહેશે. ટ્રેડીશનલ ડ્રેસ વગર કોઈપણ ખેલૈયા ભાઈઓ-બહેનોને રમવા માટેના ગ્રાઉન્‍ડમાં પ્રવેશ આપવામાં આવશે નહિ જેની દરેક જ્ઞાતિજનોને ખાસ નોંધ લેવી. રાસોત્‍સવ સાંજે ૬ થી ૧૦ સુધી યોજાશે.

 શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્‍ત, રાજકોટ દ્વારા આયોજીત એક દિવસીય રાસોત્‍સવના ટોકન દરે થી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્‍ત, રાજકોટ કાર્યાલયઃ ગોપીનાથ કોમ્‍પલેક્ષ, જીવરાજ હોસ્‍પિટલ નીચે, ગાયત્રીનગર મેઈન રોડ, રાજકોટ ખાતેથી મળી શકશે.

શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્‍ત રાજકોટના દરેક જ્ઞાતિજનોને રાસોત્‍સવનો લાભ લેવા પ્રમુખ શ્રી નરેન્‍દ્રભાઈ સોલંકી (મહંત શ્રી નરેન્‍દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ) દ્વારા અપીલ કરવામાં આવેલ છે.તસ્‍વીરમાં ગુર્જર કડિયા જ્ઞાતિના આગેવાનો કિશોરભાઈ પરમાર, ડો.પંકજ રાઠોડ, નરેન્‍દ્રભાઈ રાઠોડ, વિરેનભાઈ કાચા, દિનેશભાઈ જાવિયા, મન્‍નાભાઈ જાદવ, રાજુભાઈ કાચા, અરવિંદભાઈ ગોહેલ, જયેશભાઈ ટાંક, દર્શનભાઈ કાચા, રાકેશભાઈ મનાણી, રસીકભાઈ કાચા, આનંદભાઈ જાવીયા, વિશાલભાઈ વરૂ નજરે પડે છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(2:36 PM IST)