તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th November 2025
ફુડ શાખાની બોણી... વિવિધ પ નમુના લીધા
લાતી પ્લોટની હેતલ એન્ટરપ્રાઇઝમાંથી ૩ તથા આર.જે. સેલ્સ એજન્સીમાંથી ર સેમ્પલ લેવાયાઃ ૬ ને લાઇસનસ અંગે નોટીસ

રાજકોટ, તા. ૧૧: મનપાની ફુડ શાખાએ દિવાળી બાદ પ્રથમવાર નમુના લેવાની કાર્યવાહી કરી છે. ઉપરાંત રામાપીર ચોકડીથી રૈયાધાર સુધીના ર૪ ખાણી પીણીના વેપારીઓને ત્યાં ચકાસણી કરી ૬ ને લાઇસન્સ અંગે સૂચના આપવામાં આવી છે.
મનપાની સતાવાર યાદી મુજબ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના રામાપીર ચોકડી થી રૈયાધાર વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૪ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૦૬ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ ૨૪ નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.
ચકાસણી કરેલ ધંધાર્થીમાંથી ન્યુ દર્શન ચાઇનીઝ પંજાબી, ક્રિષ્ના જનરલ સ્ટોર, સંતોષી બેકરી, શ્રી અમળત ડેરી ફાર્મ, મધુરમ મેડીસીન, તથા બાલમુકુન્દ પ્રોવિઝન સ્ટોરને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.
ફુડ સેફટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ ડ્રાઈવ અંતર્ગત કુલ ૦૫ નમૂના લેવામાં આવેલ જેમાં SLICE READY TO SERVE FRUIT BEVERAGE (600 ML PKD), TROPICANA FRUTZ MIX FRUIT MAGIC (500 ML PKD), તથા TROPICANA GUAVA DELIGHT (500 ML PKD), સ્થળ- હેતલ એન્ટરપ્રાઇઝ, ૧૪-લાતી પ્લોટ, રેઇનબો સોસાયટી, કુવાડવા રોડ ખાતેથી નમુના લેવામાં આવેલ.
જયારે ‘ORSL’ ELECTROLYTE DRINK (APPLE) (200 ML TETRA PKD) તથા ‘ORSL’ ADVANZ CARE ELECTROLYTE DRINK, PLUS ACTIVE+ (200 ML TETRA PKD)શ્રી આર.જે. સેલ્સ એજન્સી, લાતી પ્લોટ, શેરી નં.૧૦, કબીર ચોક, પ્રતિક ઇન્ડ. પાસેથી સેમ્પલ લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા.
(3:44 PM IST)










