<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

સિન્‍ક્રો ઇલેક્‍ટ્રિકલ્‍સ પ્રા.લિ.ના પ્રારંભ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણના હેતુ સાથે‘‘ચાલો, જીવનની ઉજવણી અલગ રીતે કરીએ'' અંતર્ગત કાલે કાર્યક્રમ

લોકસાહિત્‍યના સુપ્રસિધ્‍ધ કલાકારો માયાભાઈ આહિર તથા રાજભા ગઢવીનો લોકડાયરોઃ સિવિલ હોસ્‍પિટલના જરૂરિયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમિયા પીડિત બાળકોનાં લાભાર્થે રકતદાન કેમ્‍પ યોજાશેઃ કૃણાલ ડોબરીયા, જય સંખારવા

તસ્‍વીરમાં સમગ્ર કાર્યક્રમની વિગતો અકિલા કાર્યાલયે અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાને આપતા સિન્‍ક્રો ઈલેકટ્રીકલ્‍સ પ્રા.લિ.ના ડાયરેક્‍ટર કૃણાલ ડોબરીયા સાથે પાર્થ રાઠોડ તેમજ નીચેની તસ્‍વીરમાં પત્રકાર પરિષદમાં કંપનીના ડાયરેક્‍ટરો જય સંખારવા અને કૃણાલ ડોબરીયા નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટઃ સિન્‍ક્રો ઇલેક્‍ટ્રિકલ્‍સ પ્રા. લિ. ના શુભારંભ પ્રસંગે  સમાજહિત અને પર્યાવરણ સંરક્ષણના હેતુસર ‘‘ચાલો, જીવનની ઉજવણી અલગ રીતે કરીએ'' નામે ભવ્‍ય કાર્યક્રમનું આયોજન તા.૧૨ બુધવારે રાવકી માખાવડ રોડ, ધારા ઘરઘંટીની પાછળ આવેલા પૃષ્ટિ પરિસર ઈન્‍ડસ્‍ટ્રીયલ ઝોન ખાતે કરવામાં આવ્‍યું છે. આ અંતર્ગત રકતદાન કેમ્‍પ, વૃક્ષરાગ ડાયરો તથા ભોજન સમાંરભનું આયોજન કરવામાં આવ્‍યું હોવાનું પત્રકાર પરીષદમાં જણાવાયું છે.

સિવિલ હોસ્‍પિટલના જરૂરિયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમિયા પીડિત બાળકોના લાભાર્થે સવારે ૯ થી સાંજે ૭ વાગ્‍યા સુધી રક્‍તદાન કેમ્‍પ યોજાએલ છે. સાથે  સાંજે ૬ વાગ્‍યે ભોજન સમારંભ બાદ રાત્રે ૮ વાગ્‍યેથી ‘‘વૃક્ષરાગ ડાયરો'' માં  લોકસાહિત્‍યના સુપ્રસિધ્‍ધ કલાકાર   માયાભાઈ આહિર  તથા લેખક, કવિ અને લોકડાયરાની દુનિયામાં ગૂંજતું નામ, સૌના પ્રિય કલાકાર રાજભા ગઢવીના લોકડાયરાનું આયોજન કરાયું છે.

કાર્યક્રમ દરમિયાન Tree Dedication Desk મારફતે  વૃક્ષ સમર્પિત કરવાની તક આપવામાં આવશે. જેના માધ્‍યમથી પર્યાવરણ સંરક્ષણ માટે જીવંત ફાળો આપવામાં આવશે. દરેક સમર્પિત વૃક્ષ પર વ્‍યક્‍તિ કે સંસ્‍થાનું નામ દર્શાવાશે અને રોપાયેલ વૃક્ષની તસવીર તથા સ્‍થળની માહિતી સ્‍મૃતિરૂપે આપવામાં આવશે. વધુ વિગતો માટે અંકુરભાઇ ડાંગરિયા મો. ૮૧૬૦૮ ૬૩૦૧૭ પર સંપર્ક કરવા જણાવ્‍યું છે.

આ અભિયાનનો મુખ્‍ય હેતુ માત્ર ઉજવણી નહીં પરંતુ જીવ બચાવવાનો, ધરતી હરિયાળી બનાવવાનો અને ‘‘Giving Back'' સંસ્‍કૃતિને વાસ્‍તવિક રૂપ આપવાનો હોવાનું જણાવાયું છે. આ કાર્યક્રમનો લાભ લેવા શૈલેષભાઈ સંખાવરા, ખોડજીભાઈ સંખાવરા, જયભાઈ સંખાવરા, ભરતભાઈ ડોબરિયા, કૃણાલભાઈ ડોબરિયાએ  આમંત્રણ પાઠવ્‍યું છે,

‘‘ચાલો, જીવનની ઉજવણી અલગ રીતે કરીએ''ના ભવ્‍ય કાર્યક્રમ વિશેષ વિગતો માટે (મો. ૯૬૦૧૯૬૫૪૨૬) નો સંપર્ક કરવા યાદીમાં જણાવ્‍યું છે.

 

 

(3:22 PM IST)