તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th November 2025
રેલી ઉપરાંત સોશિયલ મીડિ.યાના માધ્યમથી સ્વદેશીનો મંત્ર ખુણે ખુણે પહોંચાડો : પરષોતમ રૂપાલા
વિધાનસભા વોર્ડ નં. ૧૦માં નુતનવર્ષ સ્નેહ મિલન સંપન્ન : અભિયાનમાં સ્થાનિકોને જોડવા ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહનું સુચન

રાજકોટ : આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો વિચાર છે. જેનું લક્ષ્ય ભારતને સામાજીક અને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાનું છે. આ અભિયાનના ભાગરૂપે રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદિશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તથા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની સુચના અનુસાર આ વર્ષના નુતન વર્ષ તોહ મિલન કાર્યક્રમો આત્મનિર્ભર ભારત સંકલ્પના સુત્ર હેઠળ યોજવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ શહેરના તમામ વોર્ડમાં સ્નેહમિલન કાર્યક્રમા યોજવામાં આવેલ. આ કાર્યક્રમો અંતર્ગત વોર્ડ નં. ૧૦ માં ધારાસભ્યશ્રી ડો. દર્શિતાબેન શાહની આગેવાનીમાં વોર્ડનો આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત નૂતન વર્ષાભિનંદન કાર્યક્રમ યોજાવામાં આવેલ હતો. આ સ્નેહમિલન કાર્યક્રમમાં લોકસભા સાંસદ પરષોતમભાઈ રૂપાલા, પ્રદેશ મંત્રી બીનાબેન આચાર્ય, શહેર પ્રમુખ ડો. માધવ દવે, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, શહેર મંત્રી વિજયભાઈ પાડલીયા, હરેશ કાનાણી સહિત કોર્પોરેટરો તેમજ વોર્ડના પ્રમુખ, પ્રભારી, મહામંત્રી અને સંગઠનની વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ તકે રાજકોટ લોકસભા સાંસદ પરશોતમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુચવેલ આત્મનિર્ભર ભારત સંકલ્પ રથ અને પદયાત્રાથી અભિયાન અને સંમેલનને સફળ બનાવવા માટે બધાજ મોરચાઓ, કાર્યકર્તાઓ અને યુવા જનપ્રતિનિધિઓની મદદથી જીલ્લા સ્તર પર વધુમાં વધુ જનતાની ભાગીદારી સુનિヘતિ કરવી. જેમાં યાત્રા શહેરના મુખ્ય બજારો, મુખ્ય ચોક, ઐતિહાસિક સ્થળ અને કોલેજ પાસેથી શરૂ કરવી જોઇએ, યાત્રા દરમિયાન મુખ્ય સ્થળોએ રસપ્રદ અને સંદેશ સાથેના શેરી નાટકોનું આયોજન કરવું, યાત્રામાં સ્થાનિક સેલિબ્રિટીઓ અને પ્રભાવશાળી વ્યકિતઓને આમંત્રણ આપવું. યાત્રા દરમિયાન લોકોને આત્મનિર્ભર ભારતનો સંદેશ લખેલા પેમ્ફલેટ, બેનરો, સ્ટીકરો અને ટોપીનું વિતરણ કરવું જોઈએ અને યાત્રાના ફોટા અને વીડીયો સોશિયલ મીડીયા પર શેર કરવા જોઈએ. જેથી વધુને વધુ લોકો સુધી આત્મનિર્ભર ભારતનો સંકલ્પ ‘હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી'ના ભારત દેશના સ્વપ્ન સાકાર થાય અને દેશ સમગ્ર વિશ્વમાં આર્થિક રીતે સમળધ્ધ બને તે માટે આપણે સૌ કાર્યકર્તાઓ મોટું યોગદાન આપી શકીએ. વિધાનસભા-૬૯ ના ધારાસભ્યશ્રી ડો. દર્શિતાબેન શાહે જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનમાં રાજકોટ શહેરના અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ મોરચા અને સ્થાનિક વેપારી એસોશીએશનની મદદથી વોર્ડના સ્તરે શિલ્પકારો અને દુકાનદારોની ભાગીદારી સુનિશ્વિત કરવી જોઈએ. જેમાં સ્થાનિક શિલ્પકાર અને કારીગરોના કાર્યસ્થળની મુલાકાત લઇને તેમની કારીગરીનો અને સ્વદેશી વસ્તુઓનો પ્રચાર કરવો અને સ્ટીકરો લગાવવા, પ્રધાનમંત્રી વિશ્વકર્મા અને સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને આમંત્રણ આપવું અને સંમેલન સ્થળે તેમની વસ્તુઓના સ્ટોલ લગાવવા અને તેની વસ્તુઓનો સોશિયલ મીડીયા પર તેનો પ્રચાર કરવો જોઇએ જેથી કરીને વોકલ ફોર લોકલની જાગળતિના અભિયાનથી જન જન સુધી સ્વદેશી વસ્તુ વાપરવાનો સંકલ્પ પરિપૂર્ણ થાય.
(4:16 PM IST)










