તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th November 2025
સહાય જાહેર કરી સરકારે કિસાનોનું હિત જાળવ્યુ : વિજયભાઇ કોરાટ

રાજકોટ, તા. ૧૧ : રાજ્યમાં આ વર્ષે અસાધારણ સંજોગોમાં આ કમોસમી વરસાદ થયો છે. તેના પરિણામે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયુ છે. ત્યારે રાજય સરકાર સંપૂર્ણ કિસાન હિત લક્ષી અભિગમથી ખેડૂતોની સહાયતા માટેની નેમ રાખે છે. મદદ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતળત્વની રાજય સરકાર સંપુર્ણ પ્રતિબધ્ધ છે.
રાજ્યના ખેડૂતોને તાજેતરના કામોસમી વરસાદથી થયેલા પાક નુકસાન સામે આ નિર્ણયના અનુસંધાને ૨૨ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર, હેક્ટર દીઠ બે હેક્ટરની મર્યાદામાં સહાય રાજ્ય સરકાર આપશે.ખેતી પાકોને જે વ્યાપક નુકસાનનો માર સહન કરવાનો વારો આવ્યો છે તેમાંથી ખેડૂતોને ઝડપભેર ઉગારવા આ રાહત સહાય પેકેજ અંતર્ગત આશરે કુલ રૂ. ૧૦ હજાર કરોડની સહાય રકમ રાજ્ય સરકાર ચૂકવશે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે.
ગુજરાતમાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે રાજ્યમાં કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને મગફળી મગ, અડદ અને સોયાબીન માટે ૩૦૦થી વધુ ખરીદ કેન્દ્રો સૂચિત કરવામાં આવ્યા છે, જ્યાંથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. જરૂરિયાત જણાય તો કેન્દ્રોની સંખ્યા હજુ પણ વધારવામાં આવશે.
ઉપરોક્ત ઐતિહાસિક નિર્ણય બદલ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેબીનેટ કળષિમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીનો ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચા મંત્રીશ્રી વિજયભાઈ કોરાટએ આવકારી રાજય સરકારનો ખેડૂતો વતી આભાર માન્યો છે.
(3:20 PM IST)










