તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th November 2025
મનસુખભાઇ ગાંધીયત વિચારધારાના વાહક હતાઃ ગોવિંદભાઇની શ્રધ્ધાંજલી

રાજકોટ, તા. ૧૧: ગાંધીયત વિચારધારાના વાહક શિક્ષણ સંસ્થાઓનું જતન અને સિંચન કરનાર એવા પ્રમાણિક રાજકીય આગેવાન મનસુખભાઈ જોષી આપણી વચ્ચે નથી રહ્યા તેમ પૂર્વ મંત્રી શ્રી ગોવિંદભાઈ પટેલે એક શોક સંદેશમાં જણાવેલ છે.
શ્રી પટેલે વધુમાં જણાવેલ છે કે તેઓ રાજ્યના મંત્રી પણ રહી ચુકયા છે અને તેમને જે નિસ્વાર્થ ભાવે રાજકોટની જનતાની ખાસ કરીને લાભુભાઈ
ત્રિવેદીએ શરુ કરેલ શિક્ષણ સંસ્થાઓનું સાથે રહીને જતન કરીને દરેક વ્યક્તિને શિક્ષણ મળી રહે તે માટે ખભે ખભા મિલાવીને જે ઉત્કળષ્ટ સેવા કરી છે તે સદાય યાદ રહેશે. રાજકોટ તેનું ઋણી રહેશે. તેમના આદર્શો જીવનમાં ઉતારીને પ્રેરણા લઈએ. પ્રભુ તેમના આત્માને મોક્ષગતી પ્રદાન કરે તેવી પ્રાર્થના અંતમાં ગોવિંદભાઇએ કરી છે.
(3:19 PM IST)










