<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

રાજકોટમાં ૬ પાર્ટી એડી. કલેકટરની ઝપટેઃ ૩ લાખનો દંડઃ શીખંડ-ઘી-માવો-પનીર-ચોકલેટના નમુના ફેઇલ

કેસ ચાલી જતા હુકમો કરાયાઃ તાકિદે દંડ ભરી દેવા કરાયેલા આદેશો

રાજકોટં, તા.૧૧: રાજકોટ શહેરમાં તાજેતરમાં ફૂડ શાખાઓ અને કોર્પોરેશનના ફુડ ખાતાએ પાડેલા દરોડા દરમિયાન અનેક વેપારી ઝપટે ચડી ગયા હતા, તેમને ત્‍યાંથી લેવાયેલ ખાદ્ય ચીજ-વસ્‍તુના નમુના ફેઇલ જતા, સબ સ્‍ટાન્‍ડર્ડ થતી એડી. કલેકટર સમક્ષ કેસ ચાલી ગયા હતા. જેમાં એડી. કલેકટર શ્રી આલોક ગોૈતમે આકરા નિર્ણયો લઇ ૬ પાર્ટીને ૩ લાખનો  દંડ ફટકારી, તાકિદે દંડ ભરી દેવા આદેશો કર્યા હતા.

મવડીમાં આવેલ ખોડીયાર ડેરીનો કેશર શીંખડનો નમુનો સબ સ્‍ટાન્‍ડર્ડ થતા રૂા. ૨૦ હજાર, ભારતીનગરમાં આવેલ વિશાલ ચાઇનીઝ એન્‍ડ પંજાબીને પનીર-સંર્દભે ૧૦ હજાર, નવા થોરાળામાં આવેલ નિલેશ ડેરીને ચોકલેટ અંગે  ૨૦ હજાર, મહાદેવવાડી રોડ પરની સૂધા ગુલાબજાંબુની પેઢીનો માવા અંગે ૫૦ હજાર, પેડકરોડ પર આવેલ હરેરામ હરેકૃષ્‍ણ ડેરીને શુધ્‍ધ ઘી નમુના સબ સ્‍ટાન્‍ડર્ડ થતા ૭૦ હજાર અને વાણીયાવાડીની પેઢી  સીયારામ વિજય પટેલ આઇસ્‍ક્રીમને ઘી ના  નમુના ફેઇલ અંગે ૧ લાખ ૮૦ હજારનો દંડ ફટકારાયો છે.

(3:07 PM IST)