તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૪ મંગળવાર
News of Tuesday, 11th November 2025
કૂવાડવા હાઇવે પર સરકારી ખરાબામાં કરોડોની જમીન પર રાતોરાત ગોૈશાળા ઉભી થઇ ગઇઃ તપાસના આદેશો
કલેકટરે સીટી પ્રાંત- ૨ તે તપાસ કરી રિપોર્ટ આપવા જણાવ્યું: લેન્ડ ગ્રેબીંગ હેઠળ કાર્યવાહી કરાશે

રાજકોટઃ, તા.૧૧: કુવાડવા હાઈવે પર સરકારી ખરાબામાં ગૌશાળા બનાવી કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાનું કારસ્તાન સામે આવ્યું છે. સોનાની લગડી જેવી કરોડો રૂપિયાની સરકારી જગ્યા પચાવી પાડવા રાતોરાત ગૌ શાળા શરૂ કરી દેવામાં આવી છે.
આ સમગ્ર ઘટનાની જાણ થતાં તપાસ હાથ ધરાઇ હતી. કુવાડવા રોડ પર ચાંદની રેસ્ટોરન્ટની બાજુમાં આવેલી સરકારી ખરાબાની જગ્યામાં રાતોરાત ૨-૨ ગૌશાળા ઉભી કરી દેવામાં આવી છે. શ્રી સિદ્ધાર્થ ગૌશાળા અને વિધાતા ગૌશાળાના નામથી ગૌશાળાની શરૂઆત કરવામાં આવી છે.
આ ઘટનાની જાણ થતાં કલેક્ટર ડો. ઓમ પ્રકાશે પ્રાંત અધિકારીને તપાસના આદેશ આપ્યા છે. તેમણે જણાવ્યુ છે કે, ‘કૌભાંડીઓને છોડવામાં નહીં આવે. સુઓમોટો દાખલ કરી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ સખત કાર્યવાહી કરવામાં આવશે. સરકારી જમીનમાં કૌભાંડની જાણ થતાં તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
(3:06 PM IST)










