<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

‘હર ઘર સ્‍વદેશી, ઘર ઘર સ્‍વદેશી' સુત્ર દેશને વિકાસના સર્વોચ્‍ચ શિખરે લઇ જશે : રીવાબા જાડેજા

વિધાનસભા -૭૦ ના વોર્ડ નં. ૧૪ માં આત્‍મનિર્ભર સંકલ્‍પ અભિયાન અંતર્ગત સ્‍નેહમિલનમાં મહેમાનોએ સ્‍વદેશીનો સંદેશ પ્રસરાવ્‍યો

રાજકોટ : આત્‍મનિર્ભર ભારત સંકલ્‍પ અભિયાન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનો વિચાર છે, જેનું લક્ષ્ય ભારતને સામાજીક અને આર્થિક રીતે આત્‍મનિર્ભર બનાવવાનું છે. આ અભિયાન મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ, ભાજપા પ્રદેશ અધ્‍યક્ષ શ્રી જગદિશભાઈ વિશ્વકર્માની અધ્‍યક્ષતામાં તથા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્‍નાકરજીની સુચના અનુસાર આ વર્ષના નુતન વર્ષ સ્‍નેહ મિલન કાર્યક્રમો આત્‍મનિર્ભર ભારત સંકલ્‍પના સુત્ર હેઠળ યોજવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વિરેન્‍દ્રસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરના વોર્ડ નં.૧૪ માં યોજવામાં આવેલ સ્‍નેહ મિલનમાં ધારાસભ્‍યશ્રી રમેશભાઈ ટીલાળાની ઉપસ્‍થિતિમાં વોર્ડના તમામ શ્રેણીના કાર્યકર્તાઓનો આત્‍મનિર્ભર ભારત સંકલ્‍પ લેવડાવાયા હતા. મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટય બાદ સમૂહમાં વંદે માતરમ્‌ ગીત સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ. આ તકે વોર્ડ નં. ૧૪ ના કોર્પોરેટર નિલેશભાઈ જલુ દ્વારા સ્‍વાગત પ્રવચન કરવામાં આવેલ. આ સ્‍નેહમિલનમાં પ્રાસંગિક ઉદ્દબોધન શહેર પ્રમુખ ડો. માધવ દવે, ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા અને વિશેષ ઉપસ્‍થિત મહેમાન જામનગરના ધારાસભ્‍ય શ્રીમતિ રીવાબા જાડેજાએ કરેલ હતું. આ તોહમિલન કાર્યક્રમની આભારવિધિ પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા અને સંચાલન જીજ્ઞેશભાઈ જોષીએ કરેલ. આ તકે રીવાબા જાડેજા કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના હર ઘર સ્‍વદેશી, ઘર ઘર સ્‍વદેશી સુત્ર મુજબ દેશ સંપૂર્ણ રીતે સ્‍વદેશી ચીજ વસ્‍તુઓને અપનાવી લેશે ત્‍યારે મહાત્‍મા ગાંધીના વિચાર સ્‍વદેશી અપનાવો તેમજ આપણા માનનીય વડાઙ્ઘધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના વિચાર સાથે દેશ ઝડપી પ્રગતિ કરશે અને દેશને વિકાસના સર્વોચ્‍ચ શિખરે લઇ જશે. આ આત્‍મનિર્ભર ભારત સંકલ્‍પ અભિયાન - નૂતન વર્ષ તોહમિલન સમારોહના સ્‍ટેજ ઉપર મંત્રીશ્રી રીવાબા જાડેજા, શહેર પ્રમુખ ડો. માધવ દવે, ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા, શહેર ઉપપ્રમુખ રાજદીપસિંહ જાડેજા, કોર્પોરેટર નિલેશભાઈ જલુ, કેતનભાઈ પટેલ, વર્ષાબેન રાણપરા, ભારતીબેન મકવાણા, વોર્ડ નં.૧૪ ના પ્રભારી જીજ્ઞેશભાઈ જોષી, વોર્ડ પ્રમુખ પવનભાઈ સુતરીયા, મહામંત્રી માણસુરભાઈ વાળા, કેયુરભાઈ મશરૂ, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, બ્રહ્માકુમારી જયશ્રીબેન, સુધાબેન, પૂર્વ પ્રમુખ મહેશભાઈ મિયાત્રા, પૂર્વ કોર્પોરેટર કેશુભાઈ દોંગા, ગંભીરસિંહ પરમાર, કિશાન મોરચા મહામંત્રી રમેશભાઈ કીયાડા, વિપુલભાઈ માખેલા, પ્રભારી શૈલેષ હાપલીયા, કાનાભાઇ ડવ, પ્રવિણભાઈ કાનાબાર, મનુભાઈ જોબનપુત્રા, પ્રભાબેન વસોયા, જોસનાબેન હળવદીયા, મનસુખભાઈ તલસાણીયા, નીતીનભાઈ ધાટોલીયા, અશોક ગોરવાડીયા બકુલ મકવાણા, શિક્ષણ સભ્‍ય જયદીપભાઈ જલુ, મહેશ પરમાર, નરેન્‍દ્ર મકવાણા, ધર્મેશ ડોડીયા, મનીષ જોષી, સમીર પરમાર, દીપેન ત્રીવેદી, ભનુભાઈ પટેલ, વિપુલ ડવ, વિજયભાઈ ચૌહાણ, આશીષ ટાંક, અમીત બાવળેચા, જયવીરસિંહ પરમાર, કાનાભાઈ સોમૈયા, કશ્‍યપ ભટ્ટ, રાજુભાઈ ચૌહાણ, કલ્‍પેશભાઈ બગડા, નિલેશભાઈ પાટડીયા, પરાગભાઈ સંચાણીયા, કનકસિંહ ઝાલા, સવજીભાઈ રાઠોડ, હરીભાઈ ચૌહાણ, ધર્મિષ્‍ઠાબેન વાઘેલા, અરૂણાબેન મગવાનીયા, હીનાબેન પટેલ, દિપાલીબેન વોરા, પાયલબેન ત્રિવેદી, હીનાબેન ચંદારાણા, શીતલબેન સોની, અલ્‍પાબેન ભટ્ટી, ગીતાબેન રાજા તેમજ નરેન્‍દ્રભાઈ કુબાવત, પ્રજ્ઞેશ ત્રીવેદી, કેતનભાઈ આડેસરા, ખીમજીભાઈ મકવાણા, શુભમ ચૌહાણ, પ્રતિક માંડલીયા, રામભાઈ ડાભી, કૌશલ ધામી, ભરતભાઈ ઢોલરીયા સહિત વોર્ડના પ્રમુખ, પ્રભારી, મહામંત્રી, કોર્પોરેટરો અને સંગઠનની વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. 

(2:59 PM IST)