તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th November 2025
રાજકોટ યાર્ડ મગફળી - કપાસ સહિતની વિવિધ જણસીઓની આવકોથી છલોછલ
મગફળીની ૬ર હજાર, કપાસ ૩પ હજાર તથા સોયાબીન ર૧ હજાર મણની જંગી આવકો

રાજકોટઃ રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે વિવિધ જણસી ભરેલા ૧ર૦૦ થી વધુ વાહનોની કતારો લાગી હતી. જેમાં મગફળીની ૬ર હજાર મણ, કપાસની ૩પ હજાર મણ, સોયાબીનની ર૧ હજાર મણ, ચણા ૭,પ૦૦ મણ, ઘઉં ૬૦૦૦ મણ, લસણ ૩૬૦૦ મણ, મગ પ૦૦૦ મણ, સફેદ તલ ૬૦૦૦ મણ, સીંગફાડા ૧૦ હજાર મણ, જીરૂ ર૭૦૦ મણ તથા કાળા તલની ર૬૦૦ મણની આવકો થઇ હતી. રાજકોટ યાર્ડ મગફળી અને કપાસ સહિતની વિવિધ જણસીઓથી છલોછલ થઇ ગયું હતું. યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા, વા. ચેરમેન તથા ડીરેકટર અને સ્ટાફ દ્વારા સુચારૂ વ્યવસ્થા માટે ઉતરાઇની વ્યવસ્થા કરવામાં આવી હતી. તસ્વીરમાં વિવિધ જણસી ભરેલા વાહનોની કતારો તેમજ મગફળી અને કપાસના ઢગલા નજરે પડે છે.
(2:16 PM IST)










