<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

આજીડેમ પોલીસના દારૂના ગુનામાં ફરાર ભાણવડ કલ્‍યાણપરનો કમલેશ ઝડપાયો

ભાણવડ, ઉપલેટા, જામજોધપુરમાં દારૂના ૯ ગુનામાં સામેલ : એલસીબી ઝોન-૧નાસતા ફરતા સ્‍ક્‍વોડના પીએસઆઇ બી. વી. ચુડાસમા અને ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૧૧: આજીડેમ પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલા દારૂના ગુનામાં ત્રણ મહિનાથી ફરાર દેવભુમિ દ્વારકાના ભાણવડ પંથકના બૂટલેગરને એલસીબી ઝોન-૧ની નાસતા ફરતા સ્‍ક્‍વોડે રાજકોટમાંથી પકડી લીધો છે. આ શખ્‍સ વિરૂધ્‍ધ દારૂના નવ ગુના અગાઉ નોંધાઇ ચુક્‍યા છે.

જાણવા મળ્‍યા મુજબ એલસીબી ઝોન-૧ની નાસતા ફરતા સ્‍ક્‍વોડની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે નિખીલભાઇ પટેલ, નીલેષભાઇ જમોડને બાતમી મળતાં કમલેશ જેતાભાઇ ભારવાડીયા (ઉ.વ.૨૫-રહે. હાલ ઉપલેટા બસ સ્‍ટેશન ચોક, દવાખાનાવાળી શેરી, મુળ કલ્‍યાણપર ગામ વાડી વિસ્‍તાર તા. ભાણવડ)ને પકડી લઇ આજીડેમ પોલીસને સોંપ્‍યો છે. આ શખ્‍સ વિરૂધ્‍ધ આજીડેમ પોલીસમાં ત્રણ મહિના પહેલા દારૂનો ગુનો નોંધાયો ત્‍યારથી ફરાર હતો.

પોલીસના કહેવા મુજબ ભાણવડમાં કમલેશ વિરૂધ્‍ધ દારૂના સાત, ઉપલેટા ગ્રામ્‍યમાં એક, જામજોધપુરમાં એક મળી કુલ નવ ગુના અગાઉ નોંધકાઇ ચુક્‍યા છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા અને ડીસીપી હેતલ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી. વી. ચુડાસમા, એએસઆઇ જયપાલસિંહ ઝાલા, કોન્‍સ. નિખીલભાઇ પટેલ, નિલેષભાઇ જમોડ, જુગલભાઇ કથીરીયાએ આ કામગીરી કરી હતી. 

(4:08 PM IST)