તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 9th November 2025
પેંડા ગેંગના કુલ ૧૭ સાગરીતો વિરુધ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચ ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસિયાની રાહબરીમાં ગુનો દાખલ: ૧૫ આરોપી સકંજામાં

રાજકોટ: શહેરના નાગરિકોમાં ભયનું વાતાવરણ ઊભું કરનારી અને સંગઠિત ગુનાઓ આચરતી ‘પેંડા ગેંગ’ પર રાજકોટ શહેર પોલીસે સખ્ત લગામ કસવા માટે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (G.C.T.O.C) ગુજસીટોક એક્ટ-૨૦૧૫ હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેર ક્રાઇમ બ્રાન્ચે ગેંગના મુખ્ય સૂત્રધાર રાજપાલસિંહ ઉર્ફે રાજા સુધીરસિંહ જાડેજા સહિત કુલ ૧૭ સાગરીતો વિરુદ્ધ ગુજસીટોકની કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
બનાવ અને કાયદાનો ઉદ્દેશ
તાજેતરમાં રાજકોટ શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે જૂથો વચ્ચે સામસામે ફાયરિંગનો બનાવ બન્યો હતો, જેના પગલે પોલીસ કમિશ્નર શ્રી બ્રજેશકુમાર ઝા સાહેબે સંગઠિત ગુના આચરતી ટોળકીઓ (Organised Crime Syndicate) ને નિયંત્રણમાં લેવા માટે ગંભીર ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા ઇસમો વિરુદ્ધ GCTOC હેઠળ કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
GCTOC કાયદાનો મુખ્ય ઉદ્દેશ સંગઠિત ગુના આચરતી ટોળીઓના સાગરીતોને એકબીજા સાથે મળીને ગુના આચરતા અટકાવવાનો અને તેમની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મેળવવાનો છે.
‘પેંડા ગેંગ’નો ગુન્હાહિત ઇતિહાસ છે. રાજકોટમાં છેલ્લા ઘણા વર્ષોથી સક્રિય આ ‘પેંડા ગેંગ’નો વડો રાજપાલસિંહ ઉર્ફે રાજા સુધીરસિંહ જાડેજા છે, જે પોતાના સાગરીતો સાથે મળીને ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવે છે. પોલીસ તપાસ મુજબ, આ ગેંગે સને ૨૦૧૫ થી સને ૨૦૨૫ દરમિયાન રાજકોટ શહેર અને આજુબાજુના જિલ્લાઓમાં કુલ ૭૧ જેટલા ગંભીર ગુનાઓ આચર્યા હોવાનું સામે આવ્યું છે.
ગેંગ દ્વારા આચરવામાં આવેલા મુખ્ય ગુનાઓમાં ધાક જમાવવા માટે પ્રાણઘાતક હથિયારો વડે ખૂન, ખૂનની કોશિષ, બળજબરીથી ખંડણી પડાવવી, સરેઆમ જાહેરમાં ફાયરિંગ કરીને ભયનું વાતાવરણ ઊભું કરવું, ગૃહ અપ્રવેશ કરી તોડફોડ કરવી, તેમજ આર્થિક ફાયદા સારુ ગેરકાયદેસર હથિયારો, દારૂ અને ડ્રગ્સનું વેચાણ કરવું, છેડતી, ગેંગ રેપ, બળજબરીથી બળાત્કાર અને લૂંટ જેવા ગંભીર અને અરસપરસ મીલાપીપણાથી આચરેલા ગુનાઓનો સમાવેશ થાય છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જ આ ગેંગની આજીવિકાનું સાધન બની ગયેલું હતું.
નાયબ પોલીસ કમિશ્નરશ્રી (ક્રાઇમ) જગદીશ બાંગરવા સાહેબની સૂચના હેઠળ મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી (ક્રાઇમ) ભરત.બી.બસીયા સાહેબ તથા ડી.સી.બી પોલીસ સ્ટેશનની ટીમે ગુપ્ત રાહે માહિતી મેળવી આ ગુનો દાખલ કર્યો છે.
આ કેસમાં નીચે મુજબના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે:
દિનેશ ઉર્ફે બચુ ઉર્ફે મોટી ટીકીટ અરવિંદભાઇ ગોહેલ
જીગ્નેશ ઉર્ફે બાવકો ઉર્ફે નાની ટીકીટ અરવીંદભાઇ ગોહેલ
ચીરાગ ઉર્ફે બકાલી રાજશેભાઇ મકવાણા
ચંદ્રેશ ઉર્ફે ચંદો બાબુભાઇ ગોહેલ
આ ઉપરાંત, ૦૮ આરોપીઓ અન્ય ગુનાઓમાં રાજકોટ જિલ્લા જેલમાં જ્યુડીશયલ કસ્ટડીમાં છે, જેમનો કબ્જો નામદાર કોર્ટમાંથી મેળવીને GCTOC કેસમાં ધરપકડ કરવામાં આવશે. પકડવાના બાકી આરોપીઓને શોધી કાઢવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે.
આરોપીઓની ગેરકાયદેસર મિલકતો થશે ટાંચમાં લેવામાં આવશે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આ ગુન્હાના કામે તમામ આરોપીઓની સંગઠિત ગુનાઓ દ્વારા ગેરકાયદેસર રીતે વસાવેલ મીલકતો ટાંચમાં લેવા અંગેની કાર્યવાહી પણ કરવામાં આવશે. આ કેસની તપાસ હાલમાં મદદનિશ પોલીસ કમિશ્નરશ્રી (ક્રાઇમ) ભરત.બી.બસીયા સાહેબ ચલાવી રહ્યા છે.
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર શ્રી બ્રજેશકુમાર ઝા સાહેબ તથા અધીક પોલીસ કમિશ્નર શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ ના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશ્નરશ્રી (ક્રાઇમ & સ્પેશયલ) જગદીશ બાંગરવા સાહેબની સુચના હેઠળ મદદનીશ પોલીસ કમિશનરશ્રી (ક્રાઇમ) ભરત.બી.બસીયા સાહેબ તથા ડી.સી.બી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ,તથા સી.બી.જાડેજા પો.સબ.ઇન્સ તથા એ.એસ.આઇ ભરતભાઇ વનાણી, અશોકભાઇ કલાલ, રણજીતસિંહ પઢારીયા, તથા પોલીસ હેડ કોન્સ પ્રતીકસિંહ રાઠોડ, ગીરીરાજસિંહ જાડેજા, પો.કોન્સ
પોપટભાઇ ગમારા પ્રશાંતભાઇ ચુડાસમા વિગેરે દ્વારા દરખાસ્ત તૈયાર કરવામાં મહત્વની કામગીરી થઈ છે.
(7:15 PM IST)










