<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

કુવાડવા રોડ પર ‘હિટ એન્‍ડ રન' : મિત્ર સાથે સ્‍કુલ યુનિફોર્મ લેવા ગયેલા છાત્રને ટુવ્‍હીલરે ઉલાળતાં મોત

આણંદપરના ૧૫ વર્ષના કેવલ મેવાડાના મૃત્‍યુથી પરિવારમાં આક્રંદ : બી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ, તા.૮: શહેરના કુવાડવા રોડ પર ‘હિટ એન્‍ડ રન' ની ઘટનામાં ડીમાર્ટમાં મિત્ર સાથે સ્‍કુલનો યુનિફોર્મ લેવા ગયેલા ૧૫ વર્ષના છાત્રને અજાણ્‍યા ટુવ્‍હીલરના ચાલકે હડફેટે લેતા છાત્રનું સિવિલ હોસ્‍પિટલમાં સારવાર દરમ્‍યાન મોત નિપજયુ હતું.

મળતી વિગત મુજબ કુવાડવા નજીક આણંદપર ગામમાં રહેતો કેવલ નારણભાઇ મેવાડા (ઉ.વ.૧૫) બે દિવસ પહેલા તેના મિત્ર સાથે બાઇલ લઇને સ્‍કુલ યુનિફોર્મ લેવા જતો હતો ત્‍યારે કુવાડવા રોડ પર ડીમાર્ટ પાસે અજાણ્‍યા ટુવ્‍હીલરના ચાલકે બાઇકને ઉલાળતા છાત્ર અને તેનો મિત્ર બંને ફંગોળાઇ ગયા હતા. અકસ્‍માત સર્જી ટુવ્‍હીલર લઇને નાસી ગયો હતો. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ છાત્ર કેવલને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન ગઇકાલે મોત નિપજયુ હતું. મૃતક કેવલ બે ભાઇમાં નાનો હતો. તેના પિતા ચાની હોટલ ધરાવે છે. સગીર પુત્રના મૃત્‍યુથી પોલીસ મથકના હેડ કોન્‍સ વીક્રમભાઇ ગરચરે તપાસ હાથ ધરી છે.

(3:10 PM IST)