તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th November 2025
જોરાવરસિંહના નિધનથી સાહિત્ય જગતમાં મોટી ખોટઃ વજુભાઇ વાળા

રાજકોટ : કર્ણાટકના પૂર્વ ગવર્નર શ્રી વજુભાઇ વાળા જણાવે છે કે જોરાવરસિંહજી જાદવએ ખુબ નાના કલાકારોને મોટું સ્ટેજ પુરૂ પાડી અને સૌરાષ્ટ્રની અને ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરવા માટે અથાગત પ્રયત્નો અને કસબાઓમાં જઇને કલાકારોની અંદર પ્રાણ પૂર્યો હતો. શ્રી જોરાવરજીની વિદાયથી સાહિત્ય અને કલા જગતના વિરલ વ્યકિતત્વની ખોટ સમગ્ર કલા જગતમાં પડી છે. શ્રી જાદવ સાહિત્યનો ખજાનો અને વારસો જાળવતા સાહિત્યકાર હતા. તેમના જવાથી સાહિત્ય જગત અને સૌરાષ્ટ્રમાં શ્રીમેઘાણી અને ભાતીગળ સંસ્કૃતિના વિરાસતોની જાળવણી કરનાર વ્યકિતત્વને ગુમાવ્યું છે. ત્યારે હું ખૂબ ઉંડા દુઃખની લાગણી વ્યકત કરી શ્રધ્ધાંજલી અર્પણ કરું છું. તેમ વજુભાઇ વાળા જણાવે છે.
(3:46 PM IST)










