<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

માહિતી કચેરી ખાતે ‘વંદે માતરમ' ગાનની ઉજવણી શપથ લેવાયા

રાજકોટઃ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્‍યાય દ્વારા રચિત‘વંદે માતરમ' ગાનની રચનાના ૧૫૦  વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજકોટની તમામ સરકારી કચેરીઓ ખાતે સમૂહ ગાન અને સ્‍વદેશી અપનાવો શપથ કાર્યક્રમ યોજાયો હતો. પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ ખાતે સંયુક્‍ત માહિતી નિયામક મિતેષ મોડાસીયા, નાયબ માહિતી નિયામક  પ્રશાંત ત્રિવેદી, સહાયક માહિતી નિયામક સર્વેશ્રી સોનલબેન જોશીપુરા, રાધિકા વ્‍યાસ, પ્રિયંકા પરમાર, રજાકભાઈ ડેલા સહીત કર્મચારીઓએ‘વંદે માતરમ' સમૂહ ગાનમાં ભાગ લીધો હતો. ત્‍યારબાદ સ્‍વદેશી અપનાવો શપથ લઈ સ્‍થાનિક કારીગરો, ઉદ્યોગ, ભાષા, પર્યટનને અગ્રતા આપવા સંકલ્‍પબદ્ધ થયા હતાં

 

(3:17 PM IST)