તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th November 2025
મનપામાં ર૩ લાખનો કડદોઃ ઓડીટે પેમેન્ટ અટકાવ્યું
એજન્સીઓએ મુકેલા ઓવર બિલનું ભોપાળુ છતુઃ જીએસટી, ટીપીઆઇ અને પેનલ્ટી કાપ્યા વગર બીલ મુકયાનું બહાર આવ્યું

રાજકોટ, તા., ૭: મ્યુ. કોર્પોરેશનના ઓડીટ વિભાગના દ્વારા કોન્ટ્રાકટરોને મુળ બીલ કરતા વધારાની રકમ મંજુર કરવાના કિસ્સા અવાર નવાર શોધીને લાખો રૂપીયાનાં કડદા અટકાવવામાં આવે છે.
મનપાના ઓડિટ વિભાગમાં કોન્ટ્રાક્ટરો દ્વારા અનેક વખત ઓવરબિલ મુકવામાં આવે છે. ટેન્ડરોની શરત મુજબ કામ ન થયુ હોય ત્યારે કોન્ટ્રાક્ટરોને પેનેલ્ટી ફટકારવામાં આવતી હોય છે અને આ પેનેલ્ટીની રકમ બિલમાંથી કાપવામાં આવે છે. પરંતુ અમૂક કોન્ટ્રાક્ટરો દ્વારા ઓડિટ વિભાગને ધ્યાને ન આવે તો પેનેલ્ટીથી બચી જવાય તેવુ વિચારી પેનેલ્ટીની રકમ બાદ કર્યા વગરના પુરા બિલ ઓડિટ વિભાગમાં મૂકી દેવામાં આવ્યા હતા. તેવી જ રીતે અમૂક કોન્ટ્રાક્ટરો દ્વારા જીએસટી અને ટીપીઆઇ ચાર્જ દર્શાવ્યા વગરના બિલ પણ મંજૂરી અર્થે મૂકી દેતા ઓડિટ વિભાગે વોટરવર્કસ વિભાગ, બાંધકામ વિભાગ, સોલીડ વેસ્ટ વિભાગ, ચૂંટણી શાખા, હિસાબી વિભાગ, આરોગ્ય વિભાગ અને ગાર્ડન વિભાગ સહિતના વિભાગોમાં થયેલ કામગીરીના રૂા.૨૩૦૬૮૪૮ રૂપિયાના બિલ ના મંજૂરી કરી સુધારા વધારા સાથે નિયમ મુજબ બિલ રજૂ કરવાની સૂચના આપી તમામ બિલ પરત મોકલવામાં આવ્યા છે.
ઓડિટ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ દર ત્રણ માસ દરમિયાન સત્તાધીશોને ઓડિટ રીપોર્ટ રજૂ કરવામાં આવતો હોય છે. જેમાં દર વખતે કોન્ટ્રાક્ટરો દ્વારા મોકલવામાં આવેલા ઓવર બિલીંગની રકમ દર્શાવવામાં આવે છે. અને અનેક કોન્ટ્રાક્ટરોને પરત બિલ મોકવામાં આવી રહ્યા છે. છતાં આજે પણ નિયત કપાત કર્યા વગરના બિલ ઓડિટ વિભાગમાં મોકલી સમય બરબાદ કરવામાં આવી રહ્યો છે. (૪.૧૨)
(2:50 PM IST)










