તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th November 2025
બાર એસો. દ્વારા શનિ-રવિ યોજાનાર બે દિવસીય સેમિનાર સંદર્ભે વકીલોની આયોજન બેઠક યોજાઇ

રાજકોટ તા. ૭: રાજકોટ બાર એસો. દ્વારા આવતિકાલ તા. ૮ અને રવિવાર તા. ૯ના રોજ યોજાનાર બે દિવસીય લીગલ સેમિનાર સંદર્ભે આજે વકીલોની આયોજન બેઠક યોજાઇ હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા બાર એસો.ના પ્રમુખ પરેશભાઇ મારૂ સહિતના હોદેદારો તેમજ બી.સી.આઇ.ના કો-ચેરમેન અને બાર એસો.ના હોદેદારો, કારોબારી સભ્યો તેમજ વિવિધ વકીલ મંડળોના હોદેદારો મહિલા વકીલો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવાઇ રહી છે.
આ કાર્યક્રમમાં હાઇકોર્ટ સુપ્રિમ કોર્ટના પુર્વ ન્યાયાધીશો, કાનુનમંત્રી સહિત રાજકોટના ડીસ્ટ્રીકટ જજ શ્રી શાહ સહિતના જયુડીશ્યલ ઓફીસરો ઉપસ્થિત રહેનાર છે.
આ નેશનલ લીગલ સેમિનાર બે દિવસ માટે યોજાનાર હોય તેમાં રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રના જુદા જુદા બાર એસો.ના વકીલો પણ હાજર રહેનાર છે.
રાજકોટ બાર એસોસિએશન દ્વારા યોજાનાર શનિ અને રવિવારના નેશનલ સેમિનારની સફળતા માટે અને કાર્યક્રમની રૂપરેખા આપવા માટે અને વ્યવસ્થાના ભાગરૂપે એક મીટીંગનું આયોજન થયેલ કાર્યક્રમ માટે તડામાર તૈયારીમાં વકીલો લાગી ગયેલ છે આ નેશનલ સેમિનારમાં બે દિવસમાં રજીસ્ટ્રેશન થઇ ગયેલ હતું બહારગામથી મોટી સંખ્યામાં વકીલો આવનાર છે વકીલ બહેનોમાં એકદમ ઉત્સાહનું વાતાવરણ છે પ૦ થી વધુ બહેનો એક સરખી સાડી પહેરી અને કાર્યક્રમમાં કામકાજ સંભાળશે તેમજ કાર્યકર્તા વકીલો બ્લેઝર અને પેન્ટ પહેરી ઉપસ્થિત રહેશે.
(2:47 PM IST)










