<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

‘કંકણ' પ્રસ્‍તુત ‘ચંદરવો ચોપાટનો માઁ ગરબે ઘૂમે' શક્‍તિ આરાધનામાં માઁ અંબા ૧૭૫૧ દીપ જ્‍યોતે તાલીના તાલે વિશ્વ ચોપાટે ગરબે ઘુમ્‍યાઃ પ્રેક્ષકો ભક્‍તિમાં મંત્રમુગ્‍ધ

કંકણ સંસ્‍થાપિકા સોનલબેન હંસદેવજી સાગઠીયાએ કંકણના મેનેજીંગ ટ્રસ્‍ટી તરીકે ટિવંકલ ઘનશ્‍યામ જાગાણીને કલા વારસો સોંપ્‍યો : કાર્યક્રમનું સંચાલન ઉદઘોષણા કંકણ સંસ્‍થાપિકા નળત્‍ય નિર્દેશિકા કલાધરીત્રિ સોનલબેન સાગઠીયા અને કંકણ ટ્રસ્‍ટી આરજે નુપુર શ્રીમતી નિશિતા દીપ માંડવિયાના સાનિધ્‍યમાં માહિતીસભર અભિવ્‍યક્‍તિથી શોભાયમાન રહ્યું : કંકણસ્ત્રોત અકિલાના મોભી કિરીટભાઈ ગણાત્રા, હંસદેવજી સાગઠીયા અને : ડો. ઘનશ્‍યામ જાગાણીએ ‘ચંદરવો ચોપાટનો માઁ ગરબે ઘૂમે' કાર્યક્રમને શુભેચ્‍છા પાઠવી : * જન્‍મદાત્રીથી જગતજનની માઁ જગદંબા.. કંકણના કાર્ડમાં કલાવળંદના નામની પાછળ મમ્‍મીના નામનું સુખદ આશ્ચર્ય જોવા મળ્‍યું : * આંતરરાષ્‍ટ્રીય એવોર્ડ વિજેતા કલા સંસ્‍થા ‘કંકણ' ઈન્‍ટરનેશનલ ગરબા ગ્રુપ ૨ાજકોટ - ગુજરાત- ભારતનું ૪૫માં વર્ષમાં પદાર્પણ : * કંકણ કાર્યક્રમમાં શાયર ‘લલકાર' મહેશ સાગઠીયા ‘શક' નું પુસ્‍તક વિમોચન વજુભાઇ વાળા અને ગુણવંતભાઇ ડેલાવાળાના હસ્‍તે કરાયું : * હેમુ ગઢવી હોલમાં પગથિયા પર પણ હાઉસફુલ પ્રેક્ષકોઃ ‘અકિલા ફેસબુક લાઈવ' માં ૭૦ દેશ-વિદેશોના ગરબાપ્રેમી પ્રેક્ષકો મંત્રમુગ્‍ધ બન્‍યા

કાર્યક્રમ સફળ બનાવવામાં ગુણવંતભાઈ ડેલાવાળા, ડો. અલ્‍પનાબેન ત્રિવેદી (ટ્રસ્‍ટી, મહાત્‍મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્‍ટ), કિરણભાઈ પટેલ (ગેલેક્‍સી ગ્રૂપ સ્‍કૂલ્‍સ) અને આર્કિટેક્‍ટ નિલેશભાઈ ભોજાણીની મહેનત રંગ લાવી

રાજકોટઃ ગરબા વિશ્વનું અગ્રેસર નામ અને આંતરરાષ્‍ટ્રીય એવોર્ડ વિજેતા કલા સંસ્‍થા કંકણ ઈન્‍ટરનેશનલ ગરબા ગ્રુપ રાજકોટ - ગુજરાત- ભારત પ્રસ્‍તુત ‘ચંદરવો ચોપાટનો માઁ ગરબે ઘૂમે' કાર્યક્રમનો પ્રારંભ પૂર્વ રાજ્‍યપાલ કર્ણાટક રાજ્‍ય વજુભાઈ વાળાના વરદ હસ્‍તે દીપ પ્રાગટયથી કરવામાં આવ્‍યો હતો. દીપ પ્રાગટય બાદ માતાજીના વધામણા સેન્‍ટ ઝેવિયર્સ સ્‍કૂલ - રાજકોટના ભુલકા કલાકારોએ હાથમાં માટીના દીવા અને ઘોઘા સાથેની પ્રદક્ષિણા કરી ‘ગરબડીયો ગવરાવો ગરબે જાળીયા મેલાવો રે' સૂરનાદથી સરગમ ક્‍લબ- રાજકોટના પ્રમુખ  ગુણવંતભાઈ ડેલાવાળાના આપ્રતિમ આયોજન સાથે કરી. જય આદ્યશક્‍તિની આરતીમાં ઉદ્યોગપતિઓ અરવિંદભાઈ પટેલ, મનીષભાઈ માદેડા, સુરેશભાઈ નંદવાણા, કેળવણીકાર ડો.અલ્‍પનાબેન ત્રિવેદી, ઓલ ઇન્‍ડિયા રેડિયોના મ્‍યુઝિક ડિરેક્‍ટર ડો. ભરતભાઈ પટેલ તેમજ કંકણે દરેક પ્રેક્ષક ગણને આપેલ દીવાઓને હાથમાં રાખીને પોતાના સ્‍થાને ઉભા થઈ, ખુલ્લા કંઠે આરતી ગાઈને માતાજીને આહવાન કર્યું આ સાથે હેમુ ગઢવી હોલ દીપની દૈદીપ્‍યમાન જ્‍યોતે ઝળહળી ઉઠ્‍યું.

પ્રસ્‍તુત દિવ્‍યકળતિઓ

૧. શૌર્ય રાસડો : કથાગીત ‘રણઘેલો વીરો વાછરો રે' કટાર અને મંજીરા રાસ દ્વારા સેન્‍ટ ઝેવિયર્સના નાના ભૂલકાઓએ અમળતમેમ અને ભવ્‍યામેમના નળત્‍ય નિર્દેશન હેઠળ જમાવટ કરી.

૨. કંકણ નવસર્જિત ચતુરંગી ચોપાટ ગરબોઃ કંકણ સર્જિત દ્વિતીય ગરબો ‘હે જી એવી ચોપાટુ મંડાણી ચંદનચોકમાં' ગીતમાં ગાર્ગી વોરાના સુમધુર કંઠ અને ડો. ભરત પટેલના સંગીત નિયોજનમાં ૩૦×૩૦ ની સાચી ચોપાટ પર ૧૬ કલાકારોએ ૪-૪-૪-૪ એમ ૧૬ કુકરીરૂપે ચોપાટ ગરબો પ્રસ્‍તુત કર્યો. વિશ્વમાં આ પ્રથમવાર અને નવતર પ્રયોગ કંકણ દ્વારા કરવામાં આવ્‍યો છે. જેમાં પાસા કંકણના મેનેજિંગ ટ્રસ્‍ટી ટિવંકલ જાગાણી પાડતા હતા અને જેમ પાસા પડે તેમ દરેક ઘરમાંથી ૧-૧ કુકરીઓ પાસાના દાણા પ્રમાણે ચાલતી, તોડ કરતી ચોપાટ ગરબે ઘૂમી. ચતુરંગી કુકરીઓએ લાલ- લીલો- પીળો-દુધિયા એમ ચાર રંગમાં વષાપરિધાન કર્યું હતું. તેમજ ચોપાટની બહાર નીકળ્‍યા વગર ચોપાટ ગરબાને રમતો કર્યો. ગરબો ૧૬ કુકરીઓ થોપાટની મધ્‍યમાં આવેલ મુખ્‍ય ઘરમાં પહોંચીને ચતુરંગી કુકરીઓના વિરમવા સાથે પૂર્ણ થયો હતો.ચોપાટ ગરબા તાલીના રણકારે કંકવા ટ્રસ્‍ટી અને સહનળત્‍ય નિર્દેશિકા શ્રીમતી શુભશ્રી સ્‍મિત ઠકરાર અને નટવરી નળત્‍યમાલા ક્‍લાસિકલ ડાન્‍સ સ્‍કૂલના પ્રાધ્‍યાપિકા શ્રીમતી ડોલી આનંદ ઠક્કરે જગત સર્જનરૂપી શંકર-પાર્વતી રૂપે કલાના કામણ પાથર્યા હતા

૩. પ્રોપર્ટી ગરબો - અ.સૌ. : તળતીય ગરબો કંકણ અ. સૌ. ગ્રુપ દ્વારા ભવાઈ માંડવડી, માતાજીના ગરબા, જવારા, પૂજા થાળી, બાજોઠ માંડવડી સંગાથે શ્રી કરસનદાસ સાગઠીયાના સ્‍વરમાં ભવાઈ ગરબી ગીત  ‘માથાનું મંડાણ મા જોગણી' પ્રોપર્ટી ગરબાની પ્રસ્‍તુતિ કરવામાં આવી. ભવાઈ ગરબાએ ભવાઈ શૈલીને ઉજાગર કરી.

૪. ઘંટારવ : કંકણ સર્જિત ચતુર્થ ગરબો તાંડવ- લાસ્‍ય ગરબામાં માતા કાલિકા સંગાથે ત્રિશૂળ- શંખ- ઘંટનાદ સાથે તાલીના સ્‍થાને ઘંટનાદ- ચપટી- કથક- ભરતનાટયમના સાયુજ્‍યસભર શાષાીય ગરબાએ હેમુ ગઢવી હોલના રંગમંચને મંદિરરૂપી સ્‍થાપિત કરીને પ્રેક્ષકોને ભાવવિભોર કર્યા. ‘માતા કાલિકા' ઘંટારવ શાષાીય ગરબો પદ્મશ્રી પં. જસરાજજી અને તળપ્તિ મુખર્જીના કંઠે ભક્‍તિ રૂપે ગવાયેલ.

૫. દીવા : પંચમ ગરબો આશિત દેસાઈ અને વિભા દેસાઈના કંઠે ગવાયેલ  ‘દીવો મા નો દીવો' હાથ દીવા અને દીવા જાગ સાથે કંકણની કુમારીકા દીકરીઓ દ્વારા અખંડ દીવા સ્‍વરૂપે પ્રગટાવવામાં આવ્‍યો.

૬. ચીરમી : કંકણ સર્જિત છઠ્ઠી કળતિ ચીરમી ગરબા રૂપે માથા પર ત્રણ ઘડાની ચીરમી સાથે ‘અંબા ભવાની, સકલ વિશ્વ કલ્‍યાણી' ગરબા ગીત સાથે કંકણ દ્વારા પ્રસ્‍તુત કરાઈ. એશ્વર્યા મજમુદારે ગાયેલ આ ગરબાને અને ચીરમીની રમતને પ્રેક્ષકોએ તાલીઓના ગડગડાટથી વધાવી.

૭. સપાખરું; સાતમી કળતિ કંકણ સર્જિત ‘સપાખરું' કે ‘છપાખરું' જે છ કડીઓથી બનેલ પારંપરિક માતાજીની પ્રશસ્‍તિ છે. શ્રી લક્ષ્મી ગઢવીએ ગાયેલ ખોડિયાર મા ના સપાખરા પર ૧ તાલીથી ક્રમશઃ ૧૩ તાલી સુધી છૂટા હાથે માથા પર માતાજીના મઢ મંદિર અને કળશ સાથે લોકમાતાના સ્‍વાંગમાં ગરબો પ્રસ્‍તુત કરીને ભક્‍તિમય વાહ-વાહ મેળવી.

૮. મારા તે ચિત્તનો  : આઠમી કળતિ સ્‍વર સામ્રાગ્નિ લતાજીના અવાજમાં ગવાયેલ ‘મારા તે ચિત્તનો ચોર રે મારો સાવરીયો' કંકણના અ.સૌ. ગ્રુપની કલાકાર બહેનોએ સૌભાગ્‍યના ચિホ સમાન કંકુનો ચાંદલો, સિંદુરિયો સેથો, મંગલસૂત્ર અને લાલ- લીલા ઘસ્‍યોળામાં શોભાયમાન થઈને અર્વાચીન રાસડાની પ્રસ્‍તુતિ દ્વારા દર્શકોના મન હરી લીધા.

૯. થાળી : નવમી કળતિ થાળી રાહડા રૂપે રજૂ કરવામાં આવી. જેમાં બંને હાથમાં થાળીઓ સાથે રાસડો રમતો કરાયો. ‘વાલો મારો વનમાં ચારે ઘેન' કથા લોકગીતે બિપિન સઠીયા અને હંસા ગોહિલના સ્‍વરમાં લોકોમાં આકર્ષણ જમાવ્‍યું.

૧૦. કરતાલ : દસમી કળતિ કંકણ સર્જિત કરતાલ- રામસાગર સુફી ભક્‍તિ રાસડો પદ્મશ્રી હેમંત ચૌહાણના તાકતવર અને પ્રેમલક્ષણા ભક્‍તિ કંઠે અનહદ ભાવ સાથે પ્રસ્‍તુત થયો. જેમાં પ્રેક્ષકોએ અવિરત તાળીઓથી કલાકારોને નવાજ્‍યા.

૧૧.  પ્રાચીન : અગ્‍યારમી કળતિ સૌરાષ્‍ટ્ર- કાઠીયાવાડની કળષિ સંસ્‍કળતિને ઉજાગર કરતો પ્રાચીન રાસડો જીમી કાપડા ઓઢણાના પહેરવેશમાં દમયંતી બરડાઈના સ્‍વરે ગવાયેલ ‘મારી ખેતીમાં હરિરસ પાકયું' લોકગીત સાથે રજૂ કરવામાં આવ્‍યો. જેની ગૂંથણી સંપૂર્ણપણે પ્રાચીન ગીત-સંગીત પહેરવેશ રંગવેશમાં નયનરમ્‍ય બની રહી. જેમાં ખાસ કરીને હુડો હમચી ટીટોડા એ દર્શકોના દિલ ડોલાવ્‍યા.

૧૨. વીંજણો : બારમી કળતિ કંકવા સર્જિત ભરતગુંથણથી સુશોભિત વિજણા સંગાથ કલાત્‍મક રીતે રજૂ કરવામાં આવી. જેમાં દમયંતીબેન બરડાઈના સ્‍વરમાં ગવાયેલ ‘મારે ટોડલે બેઠો મોર કયાં બોલે' પર વિંજણા અને મોરની કલાત્‍મક શૈલીને નયનરમ્‍ય રીતે વણીને રજૂ કરવામાં આવ્‍યું.

૧૩. આદિવાસીઃ તેરમી કળતિ ‘ગરદન ભલે તૂટે પર પઘડી હમાર છૂટે નહીં' દાહોદ-ગોધરા તરફ વસવાટ કરતા આપણા આદિવાસી સમાજની સંસ્‍કળતિને રૂમાલ રાસરૂપે પિરામિડ્‍સ કોરિયોગ્રાફીથી રજૂ કરવામાં આવી. જેને સમગ્ર દર્શકોમાં જોમભર્યો શક્‍તિ સંચાર કર્યો.

૧૪. બેડું ઘડોઃ ચૌદમી કળતિ બેડા રાસ ગાગર ગરબો અંતર્ગત કંકણ કલાકારોએ છુટા હાથે માથા પર બેડા અને હાથમાં ઘડાથી રમીને ‘સોના કેરુ મારુ બેડલું ગોવાલણી રે લોલ' અને ‘વિછીયો પહેરીને પાણીડા ગઈ તી' લોકગીતોને નયન રમ્‍યા પનઘટ કોરિયોગ્રાફીથી કંડાર્યો અને પ્રેક્ષકોના મન મોહી લીધા.

૧૫. દાંડિયા : પંદરમી કળતિ કંકણ પ્રસ્‍તુત દાંડિયારાસમાં રાધા ક્રિષ્‍ન ગોપીઓએ સૌરાષ્‍ટ્રની દાંડિયાની કલાકારીને બેનમૂન રીતે દાંડિયાના તાલે નાચતી કરી. જેમાં હાર્દિક રાઠોડ અને નેહા સોલંકીના સ્‍વરમાં ગવાયેલ અને સંગીતકાર અતુલ રાણીંગા દ્વારા સુંદર ગીત સંગીત આપવામાં આવેલ. પ્રસ્‍તુત રાસ ઇસ્‍કોન પેટર્નની કોરિયોગ્રાફીથી પ્રસ્‍તુત કરાયો. જેમાં રાધા-કળષ્‍ણએ સહુ પ્રેક્ષકગણને કળષ્‍ણના રંગે રંગી લીધા હતા.

ગરબે ઘૂમતી ગુર્જરીઓ

ડો.જુહી શિલ્‍પાબેન ભોજાણી, ભકિત કેતન રાવલ, મૈત્રી ઓઝા માંકડ, યેશા કીકાણી માંકડ, યાત્રી કૃતિ કીકાણી, મીરવા ધર્મિષ્‍ઠા સગપરીયા, ખયાલી મૈત્રેયી કિકાણી, શ્રેયા નયના બારોટ, પલક કાનન મહેતા, યશ્‍વી ટ્‍વિંકલ પટેલ, ઇશા રૂપા શિંગાળા, પ્રિયાંશી રાજેશ્રી વ્‍યાસ, અસ્‍મિતા મીનાબેન શ્રીમાળી, સોનલ તરૂબેન રાવલ, ક્રિષા જેની નથવાણી, લક્ષ્મી અમિતા પટેલ, પ્રિયાંશી કોમલ પરમાર, કૈરવી મિત્તલ ડોડીયા, દ્વિતી કૃતિબેન પટેલ, ઉન્‍નતિ શ્‍વેતા દેસાઇ, ઇશા ઉત્‍સવી રાઠોડ, આયુષી હેતલ ધકાણ, હેતલ મીનાબેન કક્કડ, ઉર્જા શોભનાબેન મારવીયા, ભાવિષા આસીતા લાડવા, કાવ્‍યા ઉલ્‍કા આચાર્ય, પંજરી શીતલ ખોખરા, બંસી અરૂણા પાણખણીયા, પલક નમ્રતા રાઠોડ, જિનાલી પાયલ કુરીયા, કૃપાલી હિના માંડવીયા, દુર્વા મિતલ રાઠોડ, જેન્‍સી વિપુલા રામાણી, નંદિની અલ્‍પા રાદડિયા, હેત્‍વી સોનલબેન સંઘાણી

નૃત્‍યુ નિર્દેશન  : કંકણ સંસ્‍થાપિકા કલાધિરિત્રિ સોનલ હંસદેવજી સાગઠીયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું કલ્‍પન-સંકલન-નૃત્‍યુ નિર્દેશન મેનેજિંગ ટ્રસ્‍ટી ટિવંકલ ઘનશ્‍યામ જાગાણી અને કંકણ ટ્રસ્‍ટી ઝલક મિહિર છાયા અને સહ નૃત્‍યુનિર્દેશકો ડો. જુહી નિલેશ ભોજાણી, હિરલ સાગર ધકાણ, મૈત્રી તન્‍મય માંકડ, મીરવા સગપરીયા, ખયાલી કીંકાણી, ભકિત કેતન રાવલ અને યેશા અગાધ માંકડ દ્વારા કરવામાં આવ્‍યું

આર્થિક સહયોગ : અરવિંદભાઈ પટેલ (ફિલ્‍ડ માર્શલ), મનીષભાઈ માદેકા (રોલેક્‍સ રીંગ્‍સ) અને સુરેશભાઈ નંદવાણા

(ભવાની ઈન્‍ડસ્‍ટ્રીઝ) ના

આર્થિક સહયોગથી

કાર્યક્રમ ઝળહળ્‍યો

(3:24 PM IST)