<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

આજીડેમમાં મિત્રો સાથે ન્‍હાવા ગયેલા મવડી વિનાયકનગરના ૨૦ વર્ષના બ્રિજેશનું મોત

મુળ યુપીનો યુવાન રાજકોટ રહી કંપનીમાં કલરકામ કરતો હતોઃ કામ પતાવી મિત્રો ન્‍હાવા ગયા ત્‍યારે કરૂણ દૂર્ઘટનાનો ભોગ બન્‍યો

રાજકોટ તા. ૭: શહેરના મવડી પ્‍લોટ વિનાયકનગરમાં રહેતો મુળ યુપીનો ૨૦ વર્ષનો યુવાન મિત્રો સાથે આજીડેમે ન્‍હાવા ગયો ત્‍યારે ડૂબી જતાં કરૂણ મોત થયું છે. કલર કામની મજૂરી કરતો યુવાન રાજકોટના જ ત્રણ મિત્રો સાથે કંપનીમાં કામ પુરૂ કરી બાદમાં ન્‍હાવા માટે ગયો ત્‍યારે આ બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ મવડી પ્‍લોટ વિનાયકનગર-૧૦માં રહેતો બ્રિજેશ પુરૂષોત્તમ રાય (ઉ.વ.૨૦) ગઇકાલે આજીડેમમાં ડૂબી જતાં મોત થયું હતું. બ્રિજેશ કંપનીમાં કલર કામની મજૂરી કરતો હતો. તે ચાર ભાઇ અને એક બહેનમાં નાનો હતો. તેના મોટા ભાઇ રાજકોટમાં અલગ રહે છે. તેના કહેવા મુજબ બ્રિજેશ રાજકોટના તેના ત્રણ મિત્રો સાથે કામ પુરૂ કર્યા બાદ આજીડેમે ન્‍હાવા ગયો હતો.

ચારેય મિત્રો ન્‍હાતા હતાં ત્‍યારે બ્રિજેશ ઉંડા પાણીમાં ગરક થઇ જતાં મિત્રોએ ફાયર બ્રિગેડને, પોલીસને અને પોતાને જાણ કરી હતી. ફાયર બ્રિગેડના તરવૈયાઓએ શોધખોળ કરી બ્રિજેશને બેભાન હાલતમાં બહાર કાઢયો હતો. તેને ૧૦૮ના તબિબે મૃત જાહેર કર્યો હતો. યુવાનના મૃત્‍યુથી પરિવારજનો, મિત્રોમાં શોક છવાઇ ગયો હતો. આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો.

(3:55 PM IST)