તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th November 2025
રાજકોટમાંથી બાઇકની ચોરી કરનાર સગીર સહિત બેને શાપર-વેરાવળ પોલીસે ઝડપી લીધા
તસ્વીરમાં પકડાયેલ શખ્સ (નીચે બેઠેલ) સાથે શાપર-વેરાવળ પોલીસનો સ્ટાફ નજરે પડે છે.

રાજકોટ તા. ૭ :.. રાજકોટમાંથી બાઇકની ચોરી કરનાર સગીર સહિત બેને શાપર-વેરાવળ પોલીસે ઝડપી લીધા હતાં.
પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર રાજકોટ ગ્રામ્ય અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ કે. જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ શાપર(વે) પો. સ્ટે.ના પો. ઇ. આર. બી. રાણાની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફે ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સથી મળેલ હકિકત આધારે રાજકોટ શહેરના રાજકોટ તાલુકા પો. સ્ટે.ના ગુન્હાના કામે ચોરી થયેલ. મો. સા. સાથે અજય ઉર્ફે ભદો ધીરૂભાઇ વાઘેલા (ઉ.વ.ર૦) ધંધો મજૂરી, રહે. ગંગા ફોર્જીગ ગેઇટની અંદર મફતીયાપરા તા. કો. સાંગાણી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને પકડી પાડી ચોરાઉ બાઇક કબ્જે કર્યુ હતું.
આ કામગીરી શાપર-વેરાવળના પો. હેડ કો. દિનેશભાઇ ખાટરીયા, પો. કો. લખધીરસિંહ જાડેજા, અલ્પેશભાઇ ડામસીયા, વિમલભાઇ વેકરીયા, મનસુખભાઇ ચૌહાણ તથા રાજદીપસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.
(11:47 AM IST)










