તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th November 2025
રાષ્ટ્રગીત ‘‘વંદેમાતરમને ૧પ૦ વર્ષ'' મનપામાં કાલે સમુહ ગાન
સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે સવારે ૧૦:૩૦ કલાકે કાર્યક્રમઃ વકતવ્ય તથા સ્વદેશી શપથનું આયોજન

રાજકોટઃ તા. ૬, ભારતના રાષ્ટ્રગીત ‘‘વંદે માતરમ્ ''ની પ્રસિદ્ધ થયા તા. ૭ મી નવેમ્બરની રાષ્ટ્ર વ્યાપી ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે. રાષ્ટ્રીય સ્વતંત્રતા દરમ્યાન રાષ્ટ્ર ગીત ‘‘વંદે મારતરમ્'' ના માધ્યમથી સમગ્ર સ્વતંત્રતા ચળવળ એક તાંતણે બંધાય હતી અને એક નવી ઉંચાઇ હાંસલ કરેલ હતી. ભારતનું રાષ્ટ્ર ગીતના સન્માનમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. તેમ મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઇ રાડિયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા જણાવે છે.
‘‘સુજલામ્ સુફલામ્ મલયજ શીતલામ શસ્ય શ્યામલામ્ માતરમ્ વંદે માતરમ્'' રાષ્ટ્ર ગીત ‘‘વંદે મારતમ્ ૧પ૦'' ઉજવણીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતી કાલ તા. ૭/૧૧/ર૦રપ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે રાજકોટ મહાનગરપાલિકા, ઢેબરભાઇ રોડ, સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે વકતવ્ય તેમજ ‘‘વંદે માતરમ્ ''રાષ્ટ્ર ગીત''નું સમુહ ગાન યોજાશે તથા સ્વદેશી શપથ લેવામાં આવશે.
આ કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઇ રાડિયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો તથા અધિકારી-કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
(4:08 PM IST)










