<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th November 2025

આલાપ ગ્રીન સીટી પાસે સ્‍કૂટી સ્‍લીપ થઇ જતાં તલાટી મંત્રીના પિતાજી ગિરીશચંદ્ર દવેનું મૃત્‍યુ

જેકે પાર્કમાં રહેતાં ૬૭ વર્ષિય વૃધ્‍ધ શાકભાજી લઇ ઘરે જતાં હતાં ત્‍યારે બનાવ બન્‍યોઃ સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા પણ અહિ મૃતદેહ જ પહોંચ્‍યોઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૬: શહેરના રૈયા રોડ પર આલાપ ગ્રીન સીટી નજીક સ્‍કૂટી સ્‍લીપ થઇ જતાં તેના ચાલક જેકે પાર્કમાં રહેતાં નિવૃત સરકારી કર્મચારી વૃધ્‍ધનું ગંભીર ઇજા થવાથી મૃત્‍યુ થયું છે. તેમના પુત્ર તલાટી મંત્રી તરીકે ફરજ બજાવે છે. વૃધ્‍ધ ઘર નજીક શાકભાજી, બટેટા લેવા ગયા હતાં. પરત આવતી વખતે આ બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ આલાપ ગ્રીન સીટી પાછળ જે. કે. પાર્કમાં રહેતાં ગિરીશચંદ્ર મગનલાલ દેવે (ઉ.વ.૬૭) ઘરેથી સ્‍કૂટી હંકારી નજીકમાં શાકભાજી અને બટેલા લેવા ગયા હતાં. પરત ઘરે જતાં હતાં ત્‍યારે આલાપ ગ્રીન સીટી નજીક સ્‍કૂટી પેપ સ્‍લીપ થઇજતાં તેમને ગંભીર ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે તેમને નિષ્‍પ્રાણ જાહેર કરતાં પરિવારજનોમાં કલ્‍પાંત સર્જાયો હતો.

હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર ગિરીશચંદ્ર દવે અગાઉ સરકારી નોકરી કરતાં હતાં. હાલ નિવૃત જીવન જીવતાં હતાં. તેઓ ત્રણ ભાઇ અને એક બહેનમાં નાના હતાં. તેમના દિકરા રોહિતભાઇ ગિરશચંદ્ર દવે હાલમાં પડધરીના તલાટી મંત્રી તરીકે ફરજ બજાવે છે. મોભીના મૃત્‍યુથી પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. 

(3:51 PM IST)