તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th November 2025
મનપાની વેરાશાખાનું ગાંધી મ્યુઝીયમ કચેરીમાં સ્થળાંતર

રાજકોટઃ મહાનગરપાલિકાની વર્ષો જુની સેન્ટ્રલ ઝોન કચેરીના તમામ વિભાગોનું રિનોવેશન કામ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. પ્રથમ જર્જરીત થયેલ હિસાબ વિભાગના ફર્નિચર તેમજ સિલીંગ સહિતનું કામ શરૂ કર્યા બાદ હવે સૌથી વધુ વ્યસ્ત વેરા વિભાગના નવીનીકરણ માટે મહાનગરપાલિકા દિવાળી પહેલા તૈયારી આરંભી હતી. વર્ષો પહેલા થતી મેન્યુઅલ કામગીરીના ચોપડાઓના પોટલાઓ ટ્રકમાં ભરી ગાંધી મ્યુઝિયમમાં પહોંચાડવામાં આવ્યા હતાં ત્યાર બાદ કોમ્પ્યુટર સહિતની સામગ્રી ગાંધી મ્યુઝિયમ ખાતે ફીટ કરી આજથી વેરા વિભાગની તમામ પ્રકારની કામગીરી ગાંધી મ્યુઝિયમના બિલ્ડીંગમાં શરૂ કરવામાં આવી છે અને સંભવતઃ: છથી આઠ માસ બાદ રિનોવેશનનું કામ પુર્ણ થયે ફરિવખત સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ટેકસ બ્રાન્ચનું સ્થળાંતર કરવામાં આવશે તેમ જાણવા મળ્યુ છે. (તસ્વીર : અશોક બગથરીયા)
(2:51 PM IST)










