<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th November 2025

મારવાડી યુનિવસિર્ટીનો ઍશિયામાં ડંકોઃ રેન્કીંગમાં ૩૫૩મું સ્થાન

ગુજરાતમાં નંબર વન ખ્‍યાતીપ્રાપ્‍ત પ્રાઇવેટ મારવાડી યુનિવર્સિટીની અનેરી સિધ્‍ધી : શૈક્ષણીક પ્રતિષ્‍ઠા, રોજગાર, સંશોધન, ગુણવતા, આંતરરાષ્‍ટ્રિય સંશોધન નેટવર્ક, ઉચ્‍ચ લાયકાત ધરાવતી ફેકલ્‍ટીઝને ધ્‍યાનમાં રાખીને મુલ્‍યાંકનઃ મારવાડી યુનિવર્સિટી હંમેશા ગુણવતાસભર શિક્ષણ માટે પ્રતિબધ્‍ધઃ જીતુભાઇ ચંદારાણા* QS એશિયા યુનિવર્સીટી રેન્‍કીંગની વિગતો વર્ણવતા ધ્રુવ મારવાડી, પ્રોવોસ્‍ટ. ડો. આર.બી. જાડેજા

રાજકોટઃ ગુજરાતની નંબર વન યુનિવર્સિટી તરીકે ખ્‍યાતીપ્રાપ્ત મારવાડી યુનિવર્સિટીને એશિયામાં ૩૫૩મું સ્‍થાન મળ્‍યું છે. અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે મારવાડી યુનિવર્સિટીના ટ્રસ્‍ટી ધ્રુવ મારવાડી, પ્રોવોસ્‍ટ આર.બી. જાડેજા અને અકિલાના ઉદય વેગડા નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

રાજકોટ તા.૬: પહેલા રાજકોટને સોૈરાષ્‍ટ્ર ક્ષેત્રનું એજ્‍યુકેશન હબ ગણવામાં આવતુ પરંતુ સમયાંતર અનેક યુનિવર્સીટી રાજકોટમાં આવી છે. ત્‍યારે હવે ગુજરાત દેશ અને વિદેશમાં પણ રાજકોટનું નામ શિક્ષણક્ષેત્રે અગ્રેસર છે. ગુજરાતની નંબર વનની ખ્‍યાતિપ્રાપ્‍ત મારવાડી યુનિવર્સિટીને QS એશિયા રેન્‍કીંગમાં ઐતિહાસીક સિધ્‍ધ પ્રાપ્‍ત કરીને ૩૫૩મું સ્‍થાન પ્રાપ્ત કર્યું છે.

મારવાડી યુનિવર્સીટીના ટ્રસ્‍ટી ધ્રુવ મારવાડીએ જણાવેલ કે,  ભારત - પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ વખતો વખત ટ્‍વીટ કરીને જે QS યુનિવર્સિટી રેન્‍કિંગમાં ભારતની યુનિવર્સિટીઓના ગૌરવસભર પ્રવેશ અંગે ઉલ્લેખ કર્યો છે, તે જ QS એશિયા રેન્‍કિંગ ૨૦૨૬ હવે સતાવાર રીતે જાહેર કરવામાં આવ્‍યું છે. ગુજરાતની અગ્રણી ખાનગી સંસ્‍થાઓમાંની એક મારવાડી યુનિવર્સિટી એ મ્‍લ્‍ એશિયા યુનિવર્સિટી રેન્‍કિંગ્‍સ ૨૦૨૬માં ગૌરવસભર પ્રવેશ કરીને એશિયામાં ૩૫૩મું સ્‍થાન પ્રાપ્ત કર્યું છે - જે અત્‍યાર સુધી કોઈપણ ભારતીય યુનિવર્સિટીએ પોતાના પ્રથમ પ્રયત્‍નમાં મેળવેલું સૌથી ઉચું સ્‍થાન છે. આ સિદ્ધિ સાથે મારવાડી યુનિવર્સિટી ગુજરાતની નંબર ૧ પ્રાઇવેટ યુનિવર્સિટી, ગુજરાતમાં કુલમાં દ્વિતીય (IIT ગાંધીનગર પછી), ભારતમાં ૪૮મી, અને દક્ષિણ એશિયામાં ૮૭મી યુનિવર્સિટી તરીકે સ્‍થાન ધરાવે છે. આ ગૌરવસભર સ્‍થાન મારવાડી યુનિવર્સિટીની શૈક્ષણિક ઉત્તમતા, સંશોધન ક્ષમતા અને વૈશ્વિક ઉપસ્‍થિતિનો પુરાવો આપે છે. ખાસ કરીને, મારવાડી યુનિવર્સિટી એશિયાની સૌથી યુવાન ખાનગી યુનિવર્સિટી છે, જેને પ્રથમ જ પ્રયાસમાં ૩૫૩ રેન્‍કિંગ્‍સમાં સ્‍થાન પ્રાપ્ત થયું છે.

પ્રોવોસ્‍ટ ડો.આર.બી. જાડેજાએ જણાવેલ કે QS એશિયા યુનિવર્સિટી રેન્‍કિંગ્‍સ ૨૦૨૬ વિશે QS Quacquarelli Symonds દ્વારા દર વર્ષે પ્રકાશિત થતી આ રેન્‍કિંગ્‍સ એશિયાભરની યુનિવર્સિટીઓનું મૂલ્‍યાંકન નીચેના મુખ્‍ય પરિમાણો આધારે કરે છે જેમાં શૈક્ષણિક પ્રતિષ્ઠા, રોજગારદાતા પ્રતિષ્ઠા, સંશોધન ગુણવતા અને સિટેશન્‍સ, ફેકલ્‍ટીસ્‍ટુડન્‍ટ રેશિયો , આંતરરાષ્ટ્રીયકરણ, આંતરરાષ્ટ્રીય સંશોધન નેટવર્ક , સ્‍ટાફ વિથ Ph.D. નો સમાવેશ થાય છે.

આ રેન્‍કિંગ્‍સ એ એશિયાના ઉચ્‍ચ શિક્ષણ ક્ષેત્રમાં ગુણવત્તા, નવીનતા અને સંશોધન ક્ષમતાના પ્રદર્શન માટે મહત્‍વપૂર્ણ માપદંડ તરીકે માન્‍ય છે. QS એશિયા યુનિવર્સિટી રેન્‍કિંગમાં સામેલ થવા માટે કોઈપણ યુનિવર્સિટીએ  કેટલીક શરતો પૂર્ણ કરવી આવશ્‍યક છે. જેમાં યુનિવર્સિટી પાસે અંડરગ્રેજયુએટ તથા પોસ્‍ટગ્રેજયુએટ સ્‍તરના પૂર્ણ ડિગ્રી કાર્યક્રમો હોવા જોઈએ. ઓછામાં ઓછા બે ફેકલ્‍ટી એરિયામાં (જેમ કે એન્‍જિનિયરિંગ, ફાર્મસી, મેનેજમેન્‍ટ વગેરે) દરેક ક્ષેત્રમાં બે વિષયો (subjects) હોવા જોઈએ. દરેક વિષયમાં ઓછામાં ઓછા ત્રણ બેચના ગ્રેજયુએટ વિદ્યાર્થીઓ પાસ થયેલા હોવા જોઈએ. છેલ્લા પાંચ વર્ષમાં ઓછામાં ઓછા ૫૦ રિસર્ચ પેપર  ડેટાબેઝમાં પ્રકાશિત થયેલા હોવા જોઈએ.

ઉપરોકત આ eligibility criteriaમાં સૌથી મહત્‍વપૂર્ણ બાબત એ છે કે - જે યુનિવર્સિટીના ફેકલ્‍ટી સભ્‍યો રિસર્ચ પેપર પ્રકાશિત કરતા નથી, તે યુનિવર્સિટી QS રેન્‍કિંગમાં ભાગ લઈ શકતી નથી અને તેની ગણતરી રેન્‍કિંગમાં કરવામાં આવતી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે મારવાડી યુનિવર્સિટીની QS એશિયા રેન્‍કિંગ ૨૦૨૬માં પ્રવેશ મેળવવાની સિદ્ધિ માત્ર શૈક્ષણિક ગુણવત્તા નહીં, પરંતુ તેની મજબૂત સંશોધન સંસ્‍કૃતિ અને વૈશ્વિક પ્રતિષ્ઠાનું પ્રતિબિંબ છે.

‘ડો.સંજીત સિંહ, પ્રો વાઇસ-ચાન્‍સેલર, જણાવ્‍યું - QS એશિયા યુનિવર્સિટી રેન્‍કિંગ્‍સ ૨૦૨૬માં ૩૫૩મા ક્રમે અમારો પ્રવેશ સમગ્ર મારવાડી યુનિવર્સિટી પરિવાર માટે ગૌરવની ક્ષણ છે. આ પ્રતિષ્ઠિત માન્‍યતા અમારા વિદ્યાર્થીઓ, ફેકલ્‍ટી અને નેતૃત્‍વના સમૂહ પ્રયત્‍નોનો પુરાવો છે. પ્રથમ જ પ્રયત્‍નમાં આટલું ઉંચુ સ્‍થાન મેળવવું એ ગુણવતાસભર શિક્ષણ, ઉતમ સંશોધન અને વૈશ્વિક જોડાણ માટેની અમારી અવિરત પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.'

શ્રી જીતુભાઈ ચંદારાણાં, કો-ફાઉન્‍ડરે ઉમેર્યું કે મારવાડી યુનિવર્સિટી હંમેશાં ગુણવત્તાસભર શિક્ષણ, નવીનતા અને સામાજિક પ્રભાવ માટે પ્રતિબદ્ધ રહી છે. યુનિવર્સિટી પાસે NBA માન્‍યતા ધરાવતી વિવિધ શાખાઓ છે અને NAAC A+ ગ્રેડની પ્રતિષ્ઠિત માન્‍યતા ધરાવે છે.

(4:12 PM IST)