<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th November 2025

કટારિયા ચોક ‘બંધ' મુશ્‍કેલી ‘શરૂ': ડાયવર્ઝન જાહેર

ગોંડલ ચોકડીથી જામનગર રોડ, જામનગર રોડથી ગોંડલ રોડ તથા જામનગર રોડથી કાલાવડ રોડ જવા વૈકલ્‍પીક રૂટ લેવો પડશે

 

 

રાજકોટ, તા.૬: શહેરમાં કટારીયા ચોકડી ખાતે બ્રિજ બનાવવાના કામને પગલે ગોંડલ રોડ તથા જામનગર રોડ તરફના માર્ગોમાં વાહનો માટે ટ્રાફિક ડાઈવર્ઝન રૂટ અમલમાં આપતા હવે બંને તરફથી કટારિયા ચોક વાહન ચાલકો માટે બંધ ડાયવર્ઝનની અમલવારી શરૂ કરવામાં આવ્‍યો છ.

શહેરમાં કટારીયા ચોકડી વિસ્‍તારમાં બ્રિજ બનાવવાના કામને પગલે ગોંડલ રોડ તથા જામનગર રોડ તરફના માર્ગોમાં ટ્રાફિક ડાઈવર્ઝન રૂટ અમલમાં મુકવામાં આવ્‍યો છે. બ્રિજના બાંધકામના કામને કારણે કટારીયા ચોકડી ખાતે ગોંડલ રોડ થી જામનગર રોડ તરફ તથા જામનગર રોડ થી ગોંડલ રોડ તરફ જતો રીંગ રોડ હાલ પૂરતો બંધ રાખવામાં આવ્‍યો છે.

ટ્રાફિકની સુગમતા જળવાઈ રહે તે માટે બંને દિશાના વાહનો માટે ડાઈવર્ઝન રૂટ શરૂ કરેલ છે, જે મુજબ વાહનોને વૈકલ્‍પિક માર્ગ દ્વારા પસાર થવાની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. સાથે સાથે કાલાવડ રોડ થી મેટોડા જતો માર્ગ હાલ પૂરતો ચાલુ રાખવામાં આવ્‍યો છે, જેથી તે દિશામાં આવતા-જતા વાહન ચાલકોને મુશ્‍કેલી ન પડે.

ગોંડલ ચોકડી થી જામનગર રોડ તરફ જવા માટે

એકવાકોરલ થી પંડિત દિનદયાલ ઉપાધ્‍યાય આવાસ થી જીનીયશ સ્‍કુલ થી કાલાવડ રોડથી કોસ્‍મોપ્‍લેક્ષ સિનેમા પહેલા સેરેનીટી ગાર્ડનવાળા રસ્‍તા થી કોનપ્‍લેક્ષ સિનેમા થઇ ૧૫૦ ફુટ રીંગ રોડ-ર.

જામનગર રોડ થી ગોંડલ

રોડ તરફ જવા માટે

૧૫૦ ફુટ રીંગ રોડ-ર થઇ એલેકઝીર રોડ થી ગ્રીન ફિલ્‍ડ  ગાર્ડનવાળા રસ્‍તા થી કાલાવડ રોડથી કોરાટવાડી મેઇન રોડ ધ વાઇબ રોડ - ૧૫૦ ફુટ રીંગ રોડ -ર.

જામનગર રોડ થી કાલાવડ રોડથી ૧૫૦ ફુટ રીંગ રોડ-ર ગોંડલ રોડ તરફ

(આવવા તથા જવા માટે) - (ભારે તથા ઇન્‍ડસ્‍ટ્રીયલ વાહન માટે) ૧૫૦ ફુટ રીંગ રોડ-ર થી રત્‍નવિલાસ પેલેસવાળા રસ્‍તા થઇ કાલાવડ રોડ - કણકોટ ચોકડી થી વિર-વિરૂ તળાવ ર૪.૦૦ મીટરવાળા રસ્‍તે થઇ ૧૫૦ ફુટ રીંગ રોડ-ર.

નગરજનોને આ તાત્‍કાલિક ડાઈવર્ઝન વ્‍યવસ્‍થાનો અમલ કરી, ટ્રાફિક વિભાગ તથા રાજકોટ મહાનગરપાલિકાના માર્ગદર્શન મુજબ વાહન વ્‍યવહાર રાખે અને સહકાર આપે. નાગરિકોની સુરક્ષા અને સુવિધા માટે કરવામાં આવતી કામગીરીમાં સહયોગ આપવા મનપાના વેસ્‍ટઝોનનાં સિટી ઈજનેર કુંતેશ મહેતાની યાદીમાં જણાવાયું છે. (રર.૧૪)

 

(2:45 PM IST)