<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th November 2025

મતદાર યાદી સુધારણા (SIR): રાજકોટ શહેર - જીલ્લામાં ૧૦ લાખ મતદારોનું મેપીંગ પૂર્ણઃ ૫ લાખને ફોર્મ અપાઇ ગયા

કુલ ૨૨૫૬ બૂથ લેવલ ઓફીસરોઃ ૨૩૩ સુપરવાઇઝરઃ રોજેરોજ મામલતદાર દ્વારા લેવાતો રીપોર્ટ.. : સાસરે આવનાર મહિલા મતદારે તેમના પિયરપક્ષના વાલી અંગેનું પુ્રફ આપવાનું રહેશે

રાજકોટ, તા. ૬: કેન્‍દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત ૧૨ રાજ્‍યોમાં મતદાર યાદી શુદ્ધિકરણ માટે એસઆઈઆર લાગુ કરતા રાજ્‍યમાં બુથ લેવલ ઓફિસર એટલે કે, બીએલઓ દ્વારા ડોર ટુ ડોર મતદારોની ચકાસણી કામગીરી શરૂ કરવામાં આવી છે. જેને લઇ આજે રાજકોટ જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશ દ્વારા પત્રકાર રાજકોટ જિલ્લામાં ૮ વિધાનસભા વિસ્‍તારના ૨૩.૯૧ લાખ મતદારોને ફોર્મ આપવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. અત્‍યાર સુધીમાં ૫ લાખ જેટલા મતદારોને ફોર્મનું વિતરણ થઇ ગયું છે તેમજ રાજકોટ જિલ્લામાં ૧૦ લાખ વોટરની મેપીંગની કામગીરી પૂર્ણ થઇ ગઈ છે. બાકીની કામગીરી એક માસમાં સંપૂર્ણ રીતે પૂર્ણ થઇ જશે.

વધુમાં તેઓએ જણાવ્‍યું હતું કે, રાજકોટ જિલ્લામાં કુલ ૨૨૫૬ બીએલઓ  SIR ની કામગીરી કરી રહયા છે. તેમજ ૨૩૩ જેટલા બીએલઓ સુપરવાઈઝરની પણ નિમણુંક કરવામાં આવી છે.બીએલઓ દ્વારા છેલ્લા બે દિવસમાં જિલ્લાના ૫ લાખ મતદારોને ફોર્મનું વિતરણ થઇ ગયું છે. ફોર્મ વિતરણની સમગ્ર કામગીરી કાલ સુધીમાં પૂર્ણ થઇ જશે.

કલેકટરે વધુમાં જણાવ્‍યું હતું કે, ૧ જુલાઈ ૧૯૮૭ પહેલા જન્‍મેલા મતદારોએ ફક્‍ત ૨૦૦૨ની નામની યાદીની વિગત મુકવી પડશે અને આ કામગીરીમાં બીએલઓ સહયોગ કરશે. ૧ જુલાઈ ૧૯૮૭ થી ૨ ડિસેમ્‍બર ૨૦૦૪ના મતદારોએ પોતાનું અને વાલીમાંથી એકના પ્રુફ સાથે લિઁક કરવાનું રહેશે જયારે ૨૦૦૪ બાદના મતદારોએ પોતાના પ્રુફની સાથે વાલીનું પ્રુફ પણ જોડવું પડશે .

આઝાદી પછી દેશમાં નવમી વખત મતદાર યાદી સુધારણા કામગીરી હાથ ધરાઈ રહી છે. છેલ્લે ૨૦૦૨-૦૪માં એસઆઈઆર પ્રક્રિયા યોજાઈ હતી અને રાજકોટ જિલ્લા કલેકટરે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ કામગીરીમાં લોકો પૂરો સહયોગ કરે તેવી અપીલ કરી હતી.

કલેકટરે જણાવેલ કે રાજકોટ  શહેર- જીલ્લામાં સાસરે આવનાર જે તે મહિલા મતદારે પોતાના પીયર પક્ષના વાલી અંગેનું પ્રુફ આપવાનું રહેશે. ફોર્મ ભરવા અંગે મતદારો સમક્ષ ત્રણ કેટેગરી રહેશે. જેમનું નામ નહિ આવે તે લોકો ઓબજેકશન સર્ટિફિેકટ પણ આપી શકશે અને ત્‍યારબાદ ખાત્રી કરી તેમનું નામ ઉમેરાશે. 

(2:29 PM IST)