<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th November 2025

શાપર-વેરાવળમાં વિદેશી દારૂ ભરેલી કાર સાથે રાજેશને રૂરલ એલસીબીએ ઝડપી લીધો

જયેશ ઉર્ફે ઢીંગલી નાસી છૂટયોઃ ૪૦૪ બોટલ દારૂ અને કાર સહિત ૮.૪પ લાખનો મુદામાલ કબજે

રાજકોટઃ તા.૬, શાપર-વેરાવળમાં રૂરલ એલસીબીએ વોચ ગોઠવી વિદેશી દારૂ ભરેલ કાર સાથે એક શખ્‍સને ઝડપી લીધો હતો જયારે બીજો શખ્‍સ નાસી છુટયો હતો. પોલીસે બીજા સામે ગુન્‍હો દાખલ કરી દારૂ અને કાર સહિત ૮.૪પ લાખનો મુદામાલ કબજે કર્યો હતો. રાજકોટ ગ્રામ્‍ય જીલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરએ દારૂ-જુગારની બદી નાબુદ કરવા સુચના આપેલ હોય જે સુચના તથા એલ.સી.બી.આર.આર.ના પોલીસ ઇન્‍સ્‍પેકટર વી.વી. ઓડેદરા, પો. સબ.ઇન્‍સ.  એચ.સી. ગોહિલ તથા પો. સબ. ઇન્‍સ. આર.વી. ભીમાણીના માર્ગદર્શન હેઠળ મળેલ હકીકત આધારે શાપર વેરાવળ પાવર હાઉસ પાસે વિદેશી દારૂ ભરેલ કાર સાથે રાજેશ ઉર્ફે છોટીયો ગેલાભાઇ બાબરીયા, ઉવ. ર૪, રહે. શાપર-વેરાવળ, પાવર હાઉસની બાજુમાં તા. કોટડા-સાંગાણી ને ઝડપી લીધો હતો, જયારે જયેશ ઉર્ફે ઢીંગલી પ્રવીણભાઇ મંડલીક રહે. શાપર વેરાવળ, તા. કોટડા સાંગાણી નાસી છૂટયો હતો. રૂરલ એલસીબીએ વિદેશી દારૂની બોટલ નં. ૪૦૪ કિ. રૂા. ૪પ,ર૦૦/- તથા અટીંગા કાર રજી. નં. જી.જે.૩.એમ.એલ. ૧૮૧ર૩ કિ. રૂા. ૮,­૦૦,૦૦૦/- મળી કુલ રૂા. ૮,૪પ,ર૦૦/- લાખનો મુદામાલ કબજે કર્યો હતો.

આ કાર્યવાહીઃ રાજકોટ ગ્રામ્‍ય એલ.સી.બી.એ. એ.આઇ. બાલકૃષ્‍ણ ત્રિવેદી, રવિદેવભાઇ બારડ, બ્રિજરાજસિંહ જાડેજા, રોહિતભાઇ બકોત્રરા, પો. કોન્‍સ. પ્રકાશભાઇ પરમાર સહિતના સ્‍ટાફે કરી હતી

(2:12 PM IST)