<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

મુંબઇથી સૌરાષ્‍ટ્રના ધાર્મિક સ્‍થળોના દર્શને આવેલા જયેન્‍દ્રભાઇ જોષીનું રાજકોટના ગેસ્‍ટહાઉસમાં મૃત્‍યુ

ભાભા ગેસ્‍ટ હાઉસમાં બેભાન થઇ જતાં હોસ્‍પિટલમાં ખસેડાયા પણ દમ તોડી દીધો

રાજકોટ તા. ૪: શહેરના જ્‍યુબીલી બાગ રોડથી ત્રિકોણ બાગ તરફના રસ્‍તા પર આવેલા ભાભા ગેસ્‍ટહાઉસમાં રોકાયેલા મુંબઇ શ્રેય સિનેમા પાસે ઘાટકોપર વેસ્‍ટમાં રહેતાં જયેન્‍દ્રભાઇ કાંતિભાઇ જોષી (ઉ.વ.૮૦) નામના વૃધ્‍ધ રાતે દસેક વાગ્‍યે રૂમમાં બેભાન જેવા થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે તેમને નિષ્‍પ્રાણ  જાહેર કર્યા હતાં.

હોસ્‍પિટલ પોલીસ ચોકીના સ્‍ટાફે આ બનાવ અંગે એ-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. જાણવા મળ્‍યા મુજબ મૃત્‍યુ પામનાર જયેન્‍દ્રભાઇ જોષી મુંબઇથી સોૈરાષ્‍ટ્રના ધાર્મિક સ્‍થળોની યાત્રા કરવા આવ્‍યા હતાં. સોમનાથ, દેવભુમિ દ્વારકા સહિતના સ્‍થળોએ દર્શન કર્યા બાદ રાજકોટ આવ્‍યા હતાં. અહિ સગાને મળવાનું હોવાથી ગેસ્‍ટ હાઉસમાં રોકાયા હતાં. હાર્ટએટેક આવી જવાથી મૃત્‍યુ થયું કે કેમ? તે જાણવા પોલીસે મૃતદેહનું પોસ્‍ટમોર્ટમ કરાવવા તજવીજ કરી હતી. મૃત્‍યુ પામનાર જયેન્‍દ્રભાઇ જોષીને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. બનાવથી જોષી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. 

(4:15 PM IST)