News of Tuesday, 4th November 2025
મહિલાના પર્સમાંથી રૂ. ૧.૩૦ લાખના ચેઇનની ચોરી કરનાર ત્રણ મહિલા પકડાઇ
તાલુકા પોલીસ મથકના કોન્સ મયુરસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા અને નિકુભાઇ મારવીયા સહિત ત્રણેયને નવા ૧પ૦ ફુટ રોડ કોરાટ ચોક પાસેથી દબોચી લીધા

રાજકોટ, તા. ૪: શહેરના કે.કે.વી. હોલ ચોક પાસે મહિલાના પર્સમાંથી રોકડ તથા સોનાનો ચેઇન મળી રૂ. ૧.ર૩ લાખની માલમતાની ચોરી કરનારી ત્રણ મહીલાને તાલુકા પોલીસે પકડી લીધી હતી.
મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર કે.કે.વી. હોલ ચોક પાસે બસમાં ચડતી વખતે ભીડનો લાભ લઇ એક મહિલાના પર્સમાંથી અજાણ્યા શખ્સોએ રૂ. ૩૦૦૦ રોકડા તથા સોનાનો ચેઇન મળી રૂ. ૧.ર૩ લાખની માલમતા ચોરી જતા મહિલાએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં તાલુકા પોલીસ મથકના પી.આઇ. ડી.એમ. હરીપરાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.એચ. મહારાજ સહિતના સ્ટાફે સીસીટીવી કુટેજના આધારે તપાસ હાથ ધરી હતી. દરમ્યાન નવા દોઢસો ફુટ રીંગ રોડ પર ત્રણ મહિલા ચોરાઉ સોનાનો ચેઇન વેચવા નીકળી હોવાની તાલુકા પોલીસ મથકના એ.એસ.આઇ. દિપકભાઇ પંડીત તથા કોન્સ મયુરસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા તથા નિકુજભાઇ મારવીયાને બાતમી મળતા સ્ટાફ સાથે નવા દોઢસો ફુટ રીંગ રોડ કોરાટ ચોક પાસેથી ગીતા રાજુભાઇ કામ્બલે (ઉ.વ.પ૦) (રહે. મહારાષ્ટ્ર હાલ રાજકોટ જંકશન રેલ્વે સ્ટેશન પાસે ફુટપાથ પર), છાયા સુરજભાઇ આરસે (ઉ.વ.રપ) અને મીરા રામભાઇ અંધારે (ઉ.વ.ર૯) (રહે. બન્ને મહારાષ્ટ્ર હાલ સુરતના ઉધના રેલ્વે સ્ટેશન પાસે ઝુપડામાં) પકડી લઇ રૂા. ૧.ર૦ લાખની કિંમતનો સોનાનો ચેઇન તથા રૂ. ૩૦૦૦ ની રોકડ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.
આ કામગીરી પી.આઇ. ડી.એમ. હરીપરાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.એચ. મહારાજ, એ.એસ.આઇ. ભુપેન્દ્રસિંહ ચુડાસમા, અજયભાઇ ભુંડીયા, કોન્સ મયુરસિંહ જાડેજા, જયપાલસિંહ સરવૈયા, નિકુંજભાઇ મારવીયા, ભીખુભાઇ મૈયડ તથા હોમગાર્ડ પરેશભાઇ આહુંધરા દ્વારા કરવામાં આવી હતી.
(4:13 PM IST)










