<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

સામાકાંઠે ભાજપના બે આગેવાનો વચ્‍ચે બબાલ!!!

શહેર ભાજપ મહામંત્રી પદ માટેનો બમ વાઇરલના ઘેરા પડઘા : સ્‍નેહમિલન કાર્યકમ પૂર્વે યોજાયેલ બેઠકમાં દુષ્‍યત સંપટ અને અશ્વિન મોલીયા વચ્‍ચે ઉગ્ર ચર્ચાની ભારે ચર્ચા

રાજકોટ, તા.૪: શહેર ભાજપમાં કોર્પોરેશનની ચૂંટણી પહેલા અનેક વોર્ડમાં અંદરો અંદર માથાકૂટ અને અસંતોષ બહાર આવતો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં સામાકાંઠે મહામંત્રી પદ મુદ્દે દુષ્‍યંત સંપત નનામો પત્ર વાયરલ કરવામાં આવેલ અને આ મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્‍યો હતો. ત્‍યારે વોર્ડ નં.૫ માં આવતીકાલે યોજાનાર તોહમિલનન પૂર્વે જ યોજાયેલ મીટિંગમાં અશ્વિન મોલીયા અને દુષ્‍યંત સંપત વચ્‍ચે ઉગ્ર બોલાચાલી થયાનું જાણવા મળેલ છે.

 વોર્ડ નં.૫માં આવતીકાલે યોજાનાર તોહમિલન મુદ્દે આજ રોજ બપોરે મીટિંગનું આયોજન કરવામાં આવેલ આ મીટિંગમાં ભાજપના અગ્રણીઓ, કાર્યકરો તેમજ અશ્વિન મોલીયા અને દુષ્‍યંત સંપત પણ ઉપસ્‍થિત રહેલ મીટિંગમાં તોહમિલન અંગેની ચર્ચા કર્યા બાદ કાર્યકરોમાં દુષ્‍યંત સંપતના લેટર અંગેની ચર્ચાઓ ચાલુ થતાં ત્‍યા ઉપસ્‍થિત અશ્વિન મોલીયાએ  અને દુષ્‍યંત સંપત સાથે માથાકૂટ  થયાની ભારે ચર્ચા જામી છે. તેમજ આ મુદ્દે બંને વચ્‍ચે ભારે ચકમક થાય બાદ કાર્યકરો અને આગેવાનોએ બંનેને સમજાવી જૂદા પાડ્‍યા હતા. તેવી ચર્ચા જાગી છે

(4:09 PM IST)