<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

ફુડ શાખા હજી પણ વેકેશન મોડમાં: એક પણ નમુના ન લીધા!

મનપા દ્વારા પેડક રોડ, મવડી ચોકડીથી બાપા સિતારામ ચોક તથા રૈયા રોડ વિસ્‍તારમાં ચેકીંગ : શહેરના ૩૮ ખાણી-પીણીના ધંધાર્થીઓની ચકાસણીઃ ૧૮ ને લાઇસન્‍સ અંગે સૂચના

 

 

રાજકોટ, તા. ૪: દિવાળીના તહેવારો બાદ મનપાની ફુડ શાખા દ્વારા વિવિધ વિસ્‍તારોમાં ચકાસણી સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે.મનપાની સતાવાર યાદી મુજબ ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના પેડક રોડ, મવડી ચોકડી થી બાપા સિતારામ ચોક તથા રૈયા રોડ વિસ્‍તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૩૮ ધં ધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૮ ધંધાર્થિઓને લાઇસન્‍સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્‍ય ચીજોના કુલ ૩૫ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરેલ.

ચકાસણી કરેલ ધંધાર્થીઓમાં ઈવા એન્‍ટરપ્રાઇઝ (લાપીનોઝ પીઝા -પેડક રોડ), જીલાની વડાપાઉં, જોકર ગાંઠિયા, ખોડલ ડાઈનીંગ હોલ, પ્રિયા લાઈવ વેફર્સ, દેવ નારાયણ બદામ શેક, ગાત્રાળ સેન્‍ડવીચ, બાલાજી ચાપડી ઉંધિયું, રાજુભાઇ આલૂપુરી, અક્ષર વડાપાઉં, ખોડીયાર ચાઇનીઝ પંજાબી, ન્‍યુ મેટ્રો રેસ્‍ટોરેન્‍ટ, શિવા મદ્રાસ કાફે, દેવા મદ્રાસ કાફે, બાલાજી ભૂંગળા બટેટા, શ્રી ફુડ ઝોન, સુપર ચાઇનીઝ પંજાબી તથા મોમાઇ ચાઇનીઝ પંજાબી ને લાઇસન્‍સ મેળવવા બાબતે સુચના આપવામાં આવેલ.

(3:26 PM IST)