<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

શ્રી સૂર્યમુખી સંકટ મોચન હનુમાનજી મંદિરે ગુરૂવારથી રામકથા

શ્રી રામકથા પારાયણ જ્ઞાનયજ્ઞનું જુનાગઢના કથાકાર શાસ્ત્રી મનીષભાઇ રાવલ રસપાન કરાવશેઃ વિવિધ પ્રસંગો ઉજવાશે

રાજકોટ તા.૪: રાજકોટ શહેરના શ્રી સુર્યમુખી સંકટ મોચન હનુમાનજી મંદિર, કોઠારીયા કોલોની, સાગર હોસ્‍પિટલની સામે, માસ્‍તર સોસાયટી શેરી નં.૫ના છેડે, યાદવ રેસ્‍ટોરન્‍ટની પાછળની શેરી ખાતે તા.૬ને ગુરૂવારથી તા.૧૪ ને શુક્રવાર સુધી ૯ દિવસીય પારાયણ અંતર્ગત શ્રીરામકથા પારાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન દરરોજ બપોરે ૩.૩૦ થી સાંજના ૭ સુધી કરવામાં આવ્‍યું છે.

શ્રી રામકથા પારાયણ જ્ઞાનયજ્ઞના વ્‍યાસાસને જુનાગઢના શાષાી મનીષભાઇ રાવલ બિરાજીને ભાવવાહી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે.

 પરમકૃપાળુ પરમાત્‍મા શ્રી રામચંદ્ર મહારાજ તથા સંકટ મોચન હનુમાનજી મહારાજની અસીમ કૃપાથી શ્રી સુર્યમુખી સંકટ મોચન હનુમાનજી મંદિરના પટાંગણમાં આ  શ્રી રામકથા પારાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે.

શ્રીરામકથમાં તા.૬ને ગુરૂવારે પોથીયાત્રા, તા.૭ને શુક્રવારે શિવ ચરિત્ર મહિમા, શિવકથા, તા.૮ને શનિવારે શિવ પાર્વતી મહિમા, શિવ વિવાહ પ્રસંગ ઉજવાશે.

તા.૯ને રવિવારે શ્રીરામ પ્રાગટય ઉત્‍સવ (શ્રીરામ જન્‍મ), તા.૧૦ને સોમવારે જનકપુરી વર્ણન, તા.૧૧ને મંગળવારે ધનુષ ભંગ, શ્રી પરશુરામ ભગવાન આગમન, શ્રીરામ વિવાહ તા.૧૨ને બુધવારે શ્રીરામ વનવાસ, હનુમાન મિલન, તા.૧૩ને ગુરૂવારે સેતુબંધ, શ્રીરામેશ્વર પુજન તથા તા.૧૪ને શુક્રવારે રાવણ મોક્ષ, રામરાજયની સ્‍થાપના સાથે બપોરે ૧૧ વાગ્‍યે કથા વિરામ લેશે. કથા વિરામના દિવસે તા.૧૪ને શુક્રવારે સવારે ૭ વાગ્‍યે રામયાગ (હવન)નું આયોજન કરવામાં આવ્‍યુ છે. શ્રી રામકથા પારાયણ જ્ઞાનયજ્ઞને સફળ બનાવવા મનોજભાઇ મારૂ, ધવલ સાકરીયા, કુલદિપ સાકરીયા, દિપક ચોૈહાણ, વિરલ ભટ્ટ, પારસ મહેતા, અમીત ખરેચા, સન્‍ની વાવડીયા, ધર્મેશભાઇ મોરલ, હાર્દિક જાદવ, રણધીરભાઇ ગરૈયા, હેંમતભાઇ બોરાણીયા, ભરતભાઇ રૈયાણી, ધર્મેન્‍દ્રભાઇ રાવલ, જગદીશ વાવડીયા, પાર્થ વાવડીયા, કૃણાલ રાઠોડ, રોહન સિધ્‍ધપુરા, નૈમીષ ચોૈહાણ, રૂત્‍વીક મહેતા, માધવ ડાંગર જયદેવ ડાંગર, જેનીશ શેલડીયા, પાર્થ મહેતા, દિવ્‍યેશ વાઘેલા, કિશન જોષી, અજય વાવડીયા, હર્ષદ બારડ, ધનરાજ પીઠવા, નરેન્‍દ્રસિંહ જાડેજા, રવિભાઇ જોષી, કિરીટભાઇ ભટ્ટ, દિનેશભાઇ સાકરીયા, હિરેનભાઇ ભટ્ટ, અંકિતભાઇ ભટ્ટ, હિરજીભાઇ મોરલ, નિલય પટેલ નારૂભા કોટીલા, કિશોરસિંહ ઝાલા, મયુર વાગડીયા, કમલેશભાઇ ભટ્ટ, જતીન ટહેલયાણી, રાજીવ ગરૈયા, જય ગરૈયા, કૃણાલ ગરૈયા, જોન રાઘવાણી, રૂષીકેશ દવે અભિષેક પરમાર નીર્મળ સવસેટા, સુખદેવસિંહ જાડેજા, હિમાંશુ અનંત, જીગરભાઇ પરમાર, ધ્રુસીક ગજ્જર, (પૃથ્‍વી) પ્રીયંક રાઠોડ, વિશાલ જાદવ, વનરાજભાઇ મહેતા, પ્રદિપભાઇ રાઠોડ, જય વાગડીયા, અતુલભાઇ રાવલ સહિતના જહેમત ઉઠાવી રહયા છે.

 શ્રી રામકથા પારાયણ જ્ઞાનયજ્ઞનો લાભ લેવા શ્રી સુર્યમુખી સંકટ મોચન હનુમાનજી મંદિર દ્વારા આમંત્રણ પાઠવ્‍યું છે.

વુધ વિગત માટે (મો. ૯૮૨૫૩ ૦૫૬૫૬ (મો. ૯૯૨૫૬ ૯૬૪૭૦) (મો. ૯૯૦૯૯  ૯૯૫૫૫) ઉપર સંપર્ક કરવા જણાવ્‍યું છે.

 

(2:59 PM IST)