તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th November 2025
ગિરનાર સોસાયટીના દિપકભાઇનું હૃદય બંધ પડી જવાથી મૃત્યુ
બેભાન હાલતમાં પીન્ટુભાઇ અને સવરીયાદેવીના મોત

રાજકોટ તા. ૪: મવડી પ્લોટ બાલાજી હોલ પાસે ગિરનાર સોસાયટી-૨માં રહેતાં દિપકભાઇ દામજીભાઇ પરમાર (ઉ.વ.૫૩) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હાર્ટએટેક આવી ગયાનું તપાસમાં ખુલ્યું હતું.
મૃત્યુ પામનાર એક બહેન અને ત્રણ ભાઇમાં બીજા હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પોતે ધોબી કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. માલવીયાનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
બીજા બનાવમાં આજીડેમ ચોકડી પાસે આનંદનગર-૩માં રહેતાં પીન્ટુભાઇ બનારસભાઇ તાતી (ઉ.વ.૪૦)ને ઘરે લોહીની ઉલ્ટી થયા બાદ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મુળ બિહારના આ યુવાન કારખાનામાં મજૂરી કરતાં હતાં.
ત્રીજા બનાવમાં ૮૦ ફુટ રોડ ખોડીયારપરા કાનાભાઇના મફતીયાપરામાં રહેતા સવરીયાદેવી સુદર્શનભાઇ પ્રસાદ (ઉ.વ.૭૦) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ મૃત્યુ થયું હતું. તેમને સંતાનમાં ત્રણ દિકરી અને ચાર દિકરા છે. થોરાળા પોલીસને હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરી હતી. (૧૪.૧૧)
(2:41 PM IST)










