<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

કોઠારિયા સોલવન્‍ટ પાસે સાત ચોરાઉ મોબાઈલ સાથે સગીર સહિત બે પકડાયા

આજીડેમ પોલીસના એએસઆઈ હારૂનભાઈ ચાનીયા, રવીભાઈ વાંક અને કોન્‍સ ગોપાલભાઈ બોળીયાની બાતમી

રાજકોટ, તા.૪: કોઠારિયા સોલવન્‍ટ ફાટક પાસે આજીડેમ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી સગીર સહિત બે શખ્‍સોને સાત ચોરાઉ મોબાઈલ ફોન સાથે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેરના કાઠારીયા સોલવન્‍ટ પાસે બે શખ્‍સો ચોરાઉ મોબાઈલ ફોન સાથે ઉભા હોવાની એએસઆઈ હારૂનભાઈ ચાનીયા, રવીભાઈ વાંક અને કોન્‍સ ગોપાલભાઈ બોળીયાને બાતમી મળતા સ્‍ટાફ સાથે દરોડો પાડી કોઠારીયા સોલવન્‍ટ ફાટક પાસેથી દિવસ મનુભાઈ સોલંકી (ઉ.વ.૧૯) (રહે.ખોડીયારનગર પુનીતનગર પાણીના ટાંકા પાસે મૂળ નવલનગર શેરીનં.૯માં) તથા એક સગીરને પકડી લઈ રૂા.૭૯,૯૯૯ની કિંમતના સાત ચોરાઉ મોબાઈલ ફોન સાથે પકડી લઈ પોલીસે ચોરાઉ મોબાઈલ અને એક બાઈલ મળી રૂા.૧,૩૯,૯૯૯ના મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. પોલીસની પુછપરછમાં સગીર તથા દિવસ સોલંકીએ છેલ્લા ત્રણ મહિનામાં મવડી મેઈન રોડ, આનંદ બંગલા ચોક, ગોંડલ રોડ ગુરૂકુલના બ્રીજ ઉપર અને માલધારી ફાટક પાસે મોબાઈલ ફોનની ચીલ ઝડપ કર્યાની કબુલાત આપી હતી. આ કામગીરી પાઆઈએબી જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જેજી રાણા તથા સ્‍ટાફ દ્વારા કરવામાં આવી હતી.

(3:52 PM IST)