<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

રાજકોટ યાર્ડમાં મગફળી, કપાસ અને સોયાબીનની જંગી આવકઃ ૧૦પ૦થી વધુ વાહનોની કતારો

રાજકોટ માર્કેટયાર્ડમાં આજે અંદાજે વિવિધ જણસી ભરેલી ૧૦૫૦થી વધુ વાહનોની કતારો લાગી હતી. જેમાં  મગફળીની આવક ૨૪૦૦૦ મણ, સોયાબીનની આવક ૧૭૦૦૦ મણ, કપાસની  આવક ૨૪૦૦૦ મણ, ઘઉંની આવક ૪૫૦૦ મણ, ચણાની આવક ૧૧૦૦૦ મણ, લસણની આવક ૪૭૦૦ મણ, મગ ની આવક ૪૦૦૦ મણ, સફેદ તલ ની આવક ૧૧૫૦૦ મણ, સિંગફાડાની આવક ૮૦૦૦ જીરુંની આવક ૨૮૦૦ મણ તથા કાળા તલ ની આવક ૪૨૦૦ મણની થઇ હતી. જણસીઓ ભરેલા વાહનોને માર્કેટયાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપી ઉતરાઈ કરાવવામાં આવી હતી. રાજકોટ માર્કેટયાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા વા.ચેરમેનતથા ડિરેક્‍ટરશ્રીઓ સહિતના સ્‍ટાફ દ્વારા આ ઉતરાઈની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. 

 

(1:17 PM IST)