<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્‍મ જયંતિની ઉજવણી

રાજકોટઃ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં ભારત દેશના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્‍મજયંતિ, રાષ્‍ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી પરિસરમાં સ્‍થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને કુલપતિ પ્રોફે. ઉત્‍પલભાઈ જોશી, કુલસચિવ ડો. મનીષભાઈ ધામેચા, પરીક્ષા નિયામક ડો. મનીષભાઈ શાહ તથા શૈક્ષણીક-બિનશૈક્ષણીક કર્મચારીઓએ પુષ્‍પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે યુનિવર્સિટીના વિવિધ ભવનોના અધ્‍યક્ષશ્રીઓ, સરદાર પટેલ ચેરના કોઓર્ડીનેટર ડો. રમેશભાઈ કોઠારી, આંબેડકર ચેરના કોઓર્ડીનેટર ડો. રાજાભાઈ કાથડ,  ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્‍ય કેન્‍દ્રના નિયામક ડો. જે.એમ. ચંદ્રવાડીયા,  યુનિવર્સિટીના અધિકારીઓ, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી શૈક્ષણીક કર્મચારી પરિવારના પ્રમુખ ડો. શૈલેષભાઈ પરમાર અને બિનશૈક્ષણીક કર્મચારી પરિવારના પ્રમુખ રણજીતસિંહ ચાવડા તથા બહોળી સંખ્‍યામાં શૈક્ષણીક-બિનશૈક્ષણીક કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. 

(3:30 PM IST)