તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st October 2025
હસન વાડીમાં ઉજવાશે તુલસી વિવાહ મહોત્સવ
રંગીલા સેવા સમિતિ દ્વારા આયોજનઃ કન્યા પક્ષે પીઠવા પરિવાર, ઠાકોરજીની રૂડી જાન લઈને આવશે ડીગ્રા પરિવારઃ પ્રસંગવેળાએ આતાશબાજી, ફૂલોનો વરસાદ

રાજકોટઃ અહિં હસનવાડી ખાતે શ્રી રંગીલા સેવા સમિતી દ્વારા તા.૨-૧૧ રવિવારના રોજ તુલસી વિવાહનું આયોજન કરાયું છે. તુલસી વિવાહના યજમાન પદે જયશ્રીબેન કમલેશભાઈ પીઠવા ધર્મરાજની સુપુત્રી, વૃંદા (તુલસીજી) ના વિવાહ શ્રી શાલીગ્રામ (ઠાકોરજી) દેવકીનંદન શ્રી વાસુદેના સુપુત્ર યજમાન પદે લવલીબેન લવલીભાઈ ડીગ્રા તથા ગૌરીબેન રોકીભાઈ ડીગ્રાની રૂડી જાન લઈને પધારશે. સંવત ૨૦૮૨, કારતક સુદ-૧૧, તા.૨-૧૧ રવિવાર શુભ દિને લગ્ન નિરધાર્યા છે.
મંડપ મુર્હૂત રવિવાર સવારે ૯:૧૫ કલાકે, જાન આગમન સાંજે ૬:૧૫ કલાકે, ભોજન મહાપ્રસાદ સાંજે ૭:૧૫ કલાકે, હસ્ત મેળાપ સાંજે ૮:૧૫ કલાકે.
તમામ કાર્યક્રમો શ્રી રંગીલા હનુમાનજી પટાંગણમાં, હસનવાડી શેરી નં-૨, બજરંગ ચોક ખાતે યોજાશે. આયોજનને સફળ બનાવવા પ્રમુખ કાનાભાઈ જે.ડાભી ૯૮૯૮૬ ૮૭૦૬૭, ઉપપ્રમુખ અંકુરભાઈ મનાણી, મહંત દિનબાપુ ગોસાઈ, ભાવેશભાઈ સીધ્ધપુરા, રોકીભાઈ ડીગ્રા, સંજયભાઇ ગોહીલ, ભાર્ગવભાઈ ટાંક, અજયભાઈ સીતાપરા, ધર્મેશ ડાભી, દિવ્યેશ સરસીયા, નિલેશભાઈ જેઠવા, રમેશભાઈ જેઠવા જહેમત ઉઠાવી રહ્યા છે.
વૃંદા માતાજી કન્યા પક્ષે પીઠવા પરિવારઃ કમલેશભાઈ પીઠવા, દીલીપભાઈ પીઠવા, જયશ્રીબેન પીઠવા, કિરણબેન પીઠવા, જેનીશભાઈ પીઠવા, ધાર્મિકભાઈ પીઠવા, માનસીબેન પીઠવા, રીંકલબકેન પીઠવા, ઠાકોરજીની રૂડી જાન લઈને આવશે ડીગ્રા પરિવારઃ ગં.સ્વ. આશાબેન પ્રેમચંદભાઈ ડીગ્રા, લવલીભાઈ પ્રેમચંદભાઈ ડીગ્રા, રોકીભાઈ પ્રેમચંદભાઈ ડીગ્રા.(તસ્વીરઃ અભિજીત બગથરીયા) (
(3:26 PM IST)










