<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

શહેરના એન્‍ટ્રી પોઇન્‍ટ - ફૂટપાથ વિસ્‍તારમાંથી ૮૯ ટન કચરાનો નિકાલ

રાજકોટ તા. ૩૧: ભારત સરકાર તથા ગુજરાત સરકારશ્રી દ્વારા ર-જી ઓકટોબરના રોજ પૂજ્‍ય મહાત્‍મા ગાંધીજીને જન્‍મ જયંતિની શ્રદ્વાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્‍વચ્‍છતા માટેના જન આદોલનની ઉજવણીને આહવાન કરવામાં આવેલ છે. ‘‘સ્‍વચ્‍છ ભારત મિશન''ના ૧૧ મી વર્ષગાંઠની‘સ્‍વચ્‍છતા હી સેવા-૨૦૨૫' ને તા.૧૭ મી સપ્‍ટેમ્‍બર,૨૦૨૫ થી તા.૩૧ મી ઓક્‍ટોબર,૨૦૨૫ સુધી ‘‘સ્‍વચ્‍છોત્‍સ્‍વ'' તરીકે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવેલ છે.

મહાનગરપાલિકા દ્વારા તા.૧૭ સપ્‍ટેમ્‍બરથી તા.૩૧ ઓકટોબર દરમ્‍યાન ‘‘સ્‍વચ્‍છતા હી સેવા-૨૦૨૫'' ‘‘સ્‍વચ્‍છોત્‍સ્‍વ'' અંતર્ગત પબ્‍લિક ટ્રાન્‍સપોર્ટ, ધાર્મિક અને પ્રવાસન સ્‍થળ, નદી તળાવ, સર્કલ, પ્રતિમાઓ, ખુલ્લા પ્‍લોટ, શહેરના એન્‍ટ્રી પોઈન્‍ટ, ફૂટપાથ, માર્કેટ અને વાણિજ્‍ય વિસ્‍તારની સફાઈ અર્થે ઝુંબેશ ચલાવવામાં આવનાર છે  તેમજ જનજાગળતિ અર્થે સાંસ્‍કળતિક ઉત્‍સવ, સ્‍વચ્‍છતા રેલી, યોગ શિબિર, સ્‍વચ્‍છ વોર્ડ સ્‍પર્ધા, શૈક્ષણિક સંસ્‍થાની ભાગીદારી, સાઇકલોથોન, સ્‍વચ્‍છતા શપથ, ભીંતચિત્રો બનાવવા, સેલ્‍ફી પોઈન્‍ટ ઇન્‍સ્‍ટોલેશન અને માનવ શળંખલા, સફાઈ મિત્ર સુરક્ષા શિબિર, ‘‘એક પેડ માં કે નામ'' વળક્ષારોપણ, સ્‍વચ્‍છ ફૂડ સ્‍ટ્રીટ, શેરી નાટક, રીડ્‍યુસ-રિયુઝ-રીસાઈકલ સિધ્‍ધાંતને આગળ વધારવા માટે કેમ્‍પ, સ્‍વચ્‍છતા સંવાદ, વેસ્‍ટ ટુ આર્ટ ફેસ્‍ટ વગેરે કાર્યકમો હાથ ધરવામાં આવનાર છે.

મહાનગરપાલિકા દ્વારા તા. ૨૮ ઓકટોબર થી ૩૧ ઓકટોબર સુધી એન્‍ટ્રી પોઈન્‍ટ, વેસ્‍ટ પ્રોસેસિંગ પ્‍લાન્‍ટ અને આજુબાજુની સફાઈ, શહેરના મુખ્‍ય માર્ગ, ફૂટપાથ, માર્કેટ અને વાણિજ્‍ય વિસ્‍તારની સફાઈ, પબ્‍લિક ટોયલેટ તથા કોમ્‍યુનિટી ટોયલેટ, જીવીપી વગેરે સ્‍થળોએ દરરોજ ૫૦૧૦ સફાઈ કામદારો દ્વારા ચાર  દિવસ દરમિયાન  કુલ  ૮૯ ટન કચરોનો નિકાલ કરી સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ. 

(3:15 PM IST)