<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

જુના મનદુઃખમાં થોરાળાના નયન અને મીત્ર મીત પર ચિરાગ, છોટુનો હુમલો

બંને આટો મારવા નીકળ્યા ત્યારે ટુવ્હીલર આંતરી છરીથી હુમલો કર્યો

રાજકોટ તા. ૩૧ઃ શહેરના નવા થોરાળા  વણકરવાસ-૮માં રહેતાં બે મિત્રો સાંજે ઍક્ટીવા પર બેસી આટો મારવા નીકળ્યા ત્યારે વિસ્તારમાં બે શખસોઍ તેને આંતરી છરીથી હુમલો કરી ઢીકાપાટુનો માર પણ મારતાં બંનેને સારવાર માટે દાખલ કરાયા છે.
નવા થોરાળા વણકરવાસ-૮માં રહેતો અને રિક્ષાના હુડનું કામ કરતો નયન જ્યોતીશભાઇ દાફડા (ઉ.વ.૨૩) નામનો યુવાન સાંજે પોતાના મિત્ર પ્લમ્બીંગ કામ કરતાં મીત કિશોરભાઇ પરમાર (ઉ.વ.૧૯)ને ઍક્ટીવામાં બેસાડી ઘરેથી આટો મારવા નીકળ્યો ત્યારે બંને મિત્રોને રસ્તામાં ચિરાગ તેમજ ગણેશ ઉર્ફ છોટુ સહિતે આંતરી લઇ છરીથી હુમલો કરી ઇજા પહોîચાડી ઢીકાપાટુ પણ મારતાં બંનેને ઇજાઅો થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા સહિતે થોરાળા પોલીસને જાણ કરી હતી.
નયન અને મીતના કહેવા મુજબ અગાઉ પોતાને ચિરાગ, ગણેશ સહિત સાથે બોલાચાલી થઇ હોઇ તેનો ખાર રાખી હુમલો કરાયો હતો. પોલીસે બંનેના નિવેદન નોîધવા તજવીજ કરી હતી. (૧૪.૮)

(2:58 PM IST)